<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

રાજકોટ મનપાનું ૩૫૯૫.૭૦ કરોડનું બજેટઃ ૯૫ કરોડનો કરબોજ : પાણી- ગાર્બેજ વેરામાં ૬૦ ટકાનો તોતિંગ વધારો સૂચવાયો

વર્ષ ૨૦૨૬-૨૭નું મ્‍યુ. કમિશનર તુષાર સુમેરાએ રજુ કર્યું ડ્રાફટ બજેટઃ રિવાઇઝડ બજેટ ૨૯૧૬ કરોડનું : શહેરના રપ૦ લોકેશન ઉપર ૧પ૦૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરા રૂા. ૩૭ કરોડના ખર્ચે મુકાશે : બેડી ચોકડી-મોરબી રોડ તથા ખોડલધામ પાસે, શેફ્રોન વિલા વચ્‍ચે બ્રિજ બનાવવા વિચારણાઃ ફીઝીબીલીટી ચકાસાશે : ડ્રાફટ બજેટમાં બે નવી યોજનાઓ : શહેરમાં ઇ-મેડીકેર તથાપ્રાકૃતિક કૃષિ હાટ : વિવિધ વિસ્‍તારમાં 1 BHK ના ૧૧૭૦ તથા 2 BHK ના ર૦૦૦ સહિત કુલ ૩૧૭૦ આવાસો બનાવાશે

મનપાના લીવેબલ થીમ ઉપર મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરાએ વર્ષ ર૦ર૬-ર૭નું ૩પ૯પ.૭૦ કરોડનું બજેટ રજુ કર્યું હતું. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ, તા. ૪: મનપાનું વર્ષ ૨૦૨૬-૨૭નું ૩૫૯૫.૭૦ કરોડનું બજેટ મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરાએ આજે સવારે ૯.૩૦ વાગ્‍યે સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરને સુપ્રત કર્યું હતું. ૨૦૨૫-૨૬માં ગત વર્ષના બજેટમાં આવકના અંદાજો પૂર્ણ થઇ શકયા ન હતા. આ ઉપરાંત નવા નાણાકીય વર્ષથી ટેકસમાં વધારો સુચવવામાં આવ્‍યો છે. જેથી પ્રજા પર વધારાનો ૯૫ કરોડનો કરબોજ આવશે.

મ્‍યુ. કમિશ્નર તુષાર સુમેરાએ બજેટની વિસ્‍તળત વિગત પત્રકાર પરિષદમાં રજૂ કરતા જણાવ્‍યુ હતુ કે, રાજકોટ આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે નામ મેળવી રહ્યું છે ત્‍યારે શહેરમાં રાજકોટ મહાનગરપાલિકાની ભૂમિકા વધુ ને વધુ વ્‍યાપક બની રહી છે અને જવાબદારીઓમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્‍યારે શહેરના સર્વસમાવેશી વિકાસના નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરવાના પડકારને રાજકોટ મહાનગરપાલિકા પહોંચી વળશે તેવો મને વિશ્વાસ છે.

જાન્‍યુઆરી-૨૦૧૫ માં કોઠારિયા અને વાવડી ગામ રાજકોટમાં ભળતા શહેરનું ક્ષેત્રફળ વધીને ૧૨૭.૨૧ ચો.કી.મી. થયું હતું. આ પછી તા. ૧૮ જુલાઈ ૨૦૨૦ ના રોજ મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર (મનહરપુર-૧ સહીત) રાજકોટમાં ભળ્‍યા અને રાજકોટનું ક્ષેત્રફળ વધીને ૧૬૧.૮૬ ચો.કી.મી. થયું છે. આમ શહેરની વસ્‍તી અને વિસ્‍તારોમાં થયેલ વધારાથી રાજકોટ મહાનગરપાલિકા પર વધુ જવાબદારીઓ આવી છે.

શહેરીકરણના વધતા જતા વ્‍યાપને કારણે શહેરી વસ્‍તીને પાયાની મૂળભૂત સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્‍ધ બનાવવાની જવાબદારી ઘણી મોટી છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા ક્રમબદ્ધ રીતે આગળ ધપી રહી છે. આગામ નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં શહેરના નવા ભળેલા વિસ્‍તારોમાં આવશ્‍યકતા અનુસાર વિકાસના લાભો પહોંચતા થાય તે મુજબના આયોજનની સાથોસાથ જુના વિસ્‍તારોની સુખ સુવિધાઓ પણ જળવાઈ રહે અને તેમાં ક્રમશઃ વધારો થતો રહે તે પ્રકારના આયોજનનો સમાવેશ કરાયો છે.

‘રંગીલા રાજકોટ''ની વિકાસ ગાથામાં અવનવા પ્રકરણો આલેખવા અને નાગરિકોની અપેક્ષાઓને સંતોષવા સતત હાથ ધરવામાં આવતા પ્રયાસોના ભાગરૂપે ભાવિ રોડમેપની આછેરી ઝલક પ્રસ્‍તુત કરતુ રાજકોટ મહાનગરપાલિકાનું આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ. ૩૫૯૫કરોડનું બજેટ તૈયાર કર્યું છે. આ વર્ષે અત્‍યાર સુધીમાં રૂ. ૩૦૦કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી. અત્‍યાર સુધીમાં ૩.૫૦ લાખથી કરદાતાઓએ પોતાનો વેરો ભરપાઇ કરી આપેલ છે.

આ એક રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમા રેકોર્ડ છે. ચાલુ વર્ષે રૂ. ૪૦૦ કરોડથી વધુની આવક થવાની આશા છે. ડોર ટુ ડોર ગાર્બેજમાં રહેણાંક મિલકતમાં ૮૦૦, બિન રહેણાંકમાં ૩૨૦૦ વેરો તથા  પાણી વેરો રહેણાંકમાં રૂ. ૨૪૦૦ અને બિન રહેણાંકમાં ૪૮૦૦ વેરો સુચવામાં આવ્‍યો છે.

નવા ૩૧૭૦ આવાસો બનાવાશે

કેન્‍દ્ર સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ ઘરવિહોણા પરિવારોને પોષણક્ષમ ભાવે સુવિધાયુક્‍ત પાક્કા આવાસો મળી રહે તેવા ઉમદા હેતુસર આગામી ૫ વર્ષ માટે કેન્‍દ્ર સરકારશ્રી દ્વારા ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ૨.૦'' (PMAY 2.0) પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે. જે અન્‍વયે યોજનાની માર્ગદર્શિકાને અનુરૂપ રાજ્‍ય સરકારશ્રી દ્વારા તા. ૨૪-૦૩-૨૦૨૫ના રોજ ઠરાવ ક્રમાંક નં. એએચએમ/૧૦૨૦૨૫/૧૨૮/થ-૧થી ઠરાવ પ્રસિધ્‍ધ કરી યોજના રાજ્‍યમાં અમલી બનાવેલ છે. જે અંતર્ગત AHP (એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ), ARH (એફોર્ડેબલ રેન્‍ટલ હાઉસિંગ), BLC (બેનીફીસીયરી લેડ કન્‍સ્‍ટ્રકશન) તથા ISS (ઇન્‍ટરેસ્‍ટ સબસીડી સ્‍કીમ) અંતર્ગત લાભાર્થીઓને લાભ મળશે. જે અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા EWS-1 પ્રકારના ૧૧૭૦ તેમજ EWS-II પ્રકારના ૨૦૦૦ આવાસો મળીને કુલ ૩૧૭૦ આવાસોનાં નિર્માણ માટે ટૂંક સમયમાં ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

શહેરમાં ૧૫૦૦ સીસીટીવી કેમેરા

અડેપ્‍ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્‍ટમ દ્વારા અકસ્‍માતોની સંભાવના ઓછી થાય છે તેમજ એમ્‍બ્‍યુલન્‍સ, ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્‍સી સેવાઓને ઝડપી અને સુરક્ષિત માર્ગ મળે છે. આ સિસ્‍ટમ રાજકોટને વધુ સુવ્‍યવસ્‍થિત, સલામત અને સ્‍માર્ટ શહેર બનાવવાની દિશામાં એક મહત્‍વપૂર્ણ પગલું છે. હાલમાં કુલ ૩૦  ટ્રાફિક સિગ્નલ પર આ વ્‍યવસ્‍થા કાર્યરત છે જેમાં વધુ ૮ ટ્રાફિક સિગ્નલ પર આ વ્‍યવસ્‍થા ઉમેરવા અંગે કાર્યવાહી કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૬-૨૭માં રાજકોટ આઈ.વે. પ્રોજેક્‍ટ ૨.૦ હેઠળ શહેરનાં વિવિધ ૨૫૦ જેટલાં લોકેશન પર અંદાજીત ૧૫૦૦ જેટલાં સી.સી.ટી.વી. કેમેરા અંદાજે રકમ રૂ. ૩૭.૦૦ કરોડનાં ખર્ચે સ્‍વર્ણિમ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરવામાં આવશે.

શહેરના પુસ્‍તકાલયોમાં નવી ખરીદી

શહેરના ગૌરવ અને ગરીમા સમી મહાનગરપાલિકાની પુસ્‍તકાલય પ્રવળતિઓમાં વર્ષ ૧૯૮૫ થી આજદિન સુધી છ મોટી લાઈબ્રેરીઓ, બે  બહેનો તથા બાળકો માટેના ફરતા પુસ્‍તકાલયો, એક મહીલા માટે સ્‍પેશિયલ વાંચનાલય, તથા સાત  વોર્ડ વાઇઝ વિધાર્થી વાંચનાલયો  છે. શહેરના નાગરીકો માટે સમળધ્‍ધ વાંચન સામગ્રી વિવિધ શાખા પ્રશાખાઓમા પુસ્‍તકાલયમાં જેમાં ૩,૦૯,૦૧૫ પુસ્‍તકો, રમકડા, મલ્‍ટી મીડિયા, મેગેઝિન અને વર્તમાનપત્રોનો સમાવેશ થાય છે અને કુલ ૪૧,૨૭૯ સભ્‍યો દ્વારા તેનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે, જ્‍યારે તમામ વિધાર્થી વાંચનાલયોનો અંદાજીત નોંધાયેલા ૯,૫૦૦ જેવા વિદ્યાર્થી ભાઇઓ તથા બહેનો દ્વારા તેનો ઉપયોગ કરવામા આવે છે. વોર્ડ નં. ૧૦, ૧૧, ૧૨ અને ૧૭ ની નવી લાઇબ્રેરીઓ માટે રકમ રૂ. ૭૫.૦૦ લાખના પુસ્‍તકો અને રમકડાઓની ખરીદી. વિવિધ લાઇબ્રેરીઓ માટે ૩૮ લાખના પુસ્‍તકો રમકડાં, વર્તમાનપત્રો, મેગેઝિન ખરીદી ઉપરોક્‍ત પુસ્‍તક ખરીદી ઈત્‍યાદી માટે વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં રકમ રૂ. ૧૧૩.૦૦ લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.

રંગીલા રાજકોટની વિકાસલક્ષી સફરમાં, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ નિભાવતા મને સતત બીજા વર્ષે બજેટ રજુ કરવાનો અવસર પ્રાપ્ત થયો તેનો ખૂબ જ આનંદ હોય તે સ્‍વાભાવિક છે. ‘‘રંગીલું રાજકોટ'' હવે મોર્ડન જમાનાના શહેર તરીકે ઝડપભેર પ્રગતી અને વિકાસ સાધી રહ્યું છે અને આ પરીવર્તનશીલ પ્રક્રિયામાં સહભાગી થઇ શકયો છું તેનો સંતોષ પણ છે. વર્ષ ૨૦૨૬-૨૭ અને ત્‍યાર પછીના વર્ષોમાં શહેરની વિકાસ પ્રક્રિયા સામાજિક અને સાંસ્‍કળતિક દ્રષ્ટિએ કંઈક ખાસ બની રહેશે કેમ કે બજેટની રચનાનો મૂળભૂત વિચાર સ્‍પોર્ટ્‍સ ક્ષેત્રના વિકાસ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે. અમદાવાદમાં આવી રહેલા મેગા આંતરરાષ્‍ટ્રીય રમતોત્‍સવના ઉપલક્ષમાં રાજકોટ પણ રમત-ગમત ક્ષેત્રે વધુ ને વધુ સુસજ્જ થવા જઈ રહ્યું છે અને આ રણનીતિ શહેરના સમગ્રલક્ષી વિકાસ પ્રક્રિયાને સીધી અને આડકતરી રીતે પણ પર્યાપ્ત બળ પ્રદાન કરશે એવી આશા મ્‍યુનિ.કમિશનરે વ્‍યકત કરી હતી.

 

(3:25 PM IST)