News of Wednesday, 4th February 2026
રોકાણકારો રન-આઉટ, લગ્નસરા-શુભપ્રસંગો માટે ઘરાકી ઘટવા લાગી
ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમના ભાવમાં છાસવારે ઉથલ-પાથલ

વડોદરા તા.૪: ગોલ્ડ કરતા ૩૦ ગણા દુર્લભપ્લેટિનમની ઔધોગિક ક્ષેત્રે માગ વધતા ભાવ આસમાનને આંબી રહ્યા છે. દાયકા પૂર્વે રૂ.૧૮,૨૦૦ના ભાવે ૧૦ ગામ મળતા પ્લેટિનમનો ભાવ હાલની પરિસ્થિતીમાં રૂ.૬૩,૧૩૦ની આસપાસ રમે છે. જ્યારે, ગોલ્ડ-સિલ્વરના ભાવમાં છાસવારે ઉથલ-પાથલ જારી છે.
શહેર-જિલ્લાના ૪૫૦ કરતા વધુ જવેલસો પૈકી મોટાભાગના જવેલસો પ્લેટિનમના ઘરેણાં વેચતા નથી. વ્હાઈટ ગોલ્ડ તરીકે એક સમયે પ્લેટિનમનો ક્રેઝ હતો, જેને પગલે ગોલ્ડ કરતા પ્લેટિનમના ભાવ વધુ હતા. શહેરના જવેલર્સ રામાનંદ ગણદેવીકરે વધુમાં ઉલ્લેખ્યું હતું કે પ્લેટિનમ કાટ પ્રતિરોધક દુર્લભ ધાતુ હોઈ તેનો બહોળો ઉપયોગ ગ્રીન એનર્જી(હાઈડ્રોજન ફયુઅલ સેલ), કેન્સરની કીમોથેરાપી, પેસમેકર ઈ મ્પ્લાન્ટ્સ, વાહનોમાંથી નિકળતા હાનિકારક વાયુને ઘટાડવા, ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝ, કેટાલિટીક કન્વર્ટર્સ, દાગીના, હાર્ડ ડિસ્ક ડ્રાઇવ્સ, વિધૂત સંપર્કો બનાવવા સહિત અનેક ક્ષેત્રે માગમાં વધારો નોંધાયો છે. અલબત્ત, દક્ષિણ આફ્રિકા, રશિયાથી મર્યાદિત પુરવઠો ઉપલબ્ધ હોઈ ભાવ વધી રહ્યા છે. સૌથી મહત્વની વાત તો એછેકે ટેરિફ વોરના કપરા સમયે કોઈ દેશ પ્લેટિનમનો સંગ્રહ કરતો નથી. કારીગરો પ્લેટિનમમાંથી સરળતા પૂર્વક દાગીના બનાવી શકતા નથી. જેના અંતર્ગત કારણોમાં પ્લેટિનમ ઉચ્ચ તાપમાન સહન કરી શકે છે, જેને લીધે કારીગરો સોનાની જેમ આસાનીથી પિગાળી ઘરેણાં બનાવી શકતા નથી.(૩૮.૩૦)
પ્લેટિનમ વ્હાઇટ ગોલ્ડ તરીકે ઓળખાય છે.
વ્હાઇટ ગોલ્ડ તરીકે ઓળખાતા પ્લેટિનમનો ૧૦ ગ્રામનો ભાવ સન ૨૦૧૫ પૂર્વે રૂ.૧૮,૬૦૦ હતો. જે હવે. રૂ.૬૩,૧૩૦ સુધી પહોંચ્યો છે. ગોલ્ડ-સિલ્વરની તુલનામાં પ્લેટિનમના ઘરેણાનો ક્રેઝ ઓછો છે. અલબત્ત, ઔધોગિક માગમાં વધારો નોંધાતા ભાવ આસમાને પહોંચ્યા હોવાનું તારણ છે.
અસામાન્ય ઉથલ-પાથલ જારી રહેતા અસમંજસ
વૈશ્વિકસ્તરે અશાંતિના વાદળો ઘેરાતા રોકાણકારો શેર, રિયલ એસ્ટેટ, ડોલરમાં રોકાણ કરવાને બદલે ગોલ્ડ-સિલ્વરમાં રોકાણ કરવા પ્રેરાયા હતા. અલબત્ત, છેલ્લા કેટલાયે દિવસોથી ભાવમાં અસામાન્ય ઉથલ-પાથલ જારી રહેતા રોકાણકારો રનઆઉટ થઇ રહ્યા હોવાની પ્રવાહી પરિસ્થિતી જારી છે.
ચાઇનાનો અંકુશ ઘટે તો સિલ્વરના ભાવ ઘટે
ટ્રમ્પના ટેરિફ વોરને પગલે વિશ્વભરમાં અનિヘતિતા જારી છે. વિશ્વના ફલક પર સિલ્વરનો ૩૦ ટકા કન્ટ્રોલ ચાઇના પાસે છે. જ્યારે, બીજીબાજુ ઉપગ્રહ-સેટેલાઇટ, ઔધોગિક એકમો, ઇલેક્ટ્રોનિક્સ વ્હિકલ(ઇ.વી)માં સિલ્વરનો ઉપયોગ વધી રહ્યો છે. તદુપરાંત ઇન્વેસ્ટરો સિલ્વર તરફ ઢળ્યા હોઇ મર્યાદિત જથ્થા સામે માગ વધતા ભાવ વધ્યા હોવાનું તારણ છે
ગોલ્ડ-સિલ્વરની ખરીદી ૪૦ ટકા ઘટી
નવા વર્ષના બીજા મહિનાના પ્રારંભે ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૧,૫૭,૮૨૫ સુધી પહોંચ્યો છે. જ્યારે, સિલ્વરનો ૧ કિલોનો ભાવ રૂ.૨.૭૩,૬૦૦ સુધી પહોંચ્યો છે. જેને પગલે ઘરાકી ૪૦ ટકા જેટલી ઘટતા જવેલસોં અવઢવમાં મુકાયા હતા.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
