<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ChatGPTનું સર્વર ડાઉન :અડધી દુનિયા થઈ ઠપ : લાખો યુઝર્સને અસર

ભારતમાં પણ આ આઉટેજની વ્‍યાપક અસર જોવા મળી હતી : ખાસ કરીને ઓફિસ કામ કરતા પ્રોફેશનલ્‍સ અને વિદ્યાર્થીઓ, જેઓ તેમના પ્રોજેક્‍ટ્‍સ માટે ChatGPT પર નિર્ભર છે

વોશિંગ્‍ટન ડીસી, તા.૪: આજના આધુનિક યુગમાં જે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ પર લોકો નિર્ભર છે. કોર્પોરેટ કંપનીનું ઘણું કામ કરવા માટે એ આઈ સૌથી સરળ માર્ગ બન્‍યો છે, આ વચ્‍ચે ગઈકાલે ChatGPT અચાનક બંધ થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો. ૩ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે ટેકનિકલ સમસ્‍યાઓના કારણે OpenAI નું આ લોકપ્રિય પ્‍લેટફોર્મ વિશ્વભરમાં લાખો યુઝર્સ માટે ‘ડેડ' થઈ ગયું હતું. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે કેવી રીતે એક નાનકડી ટેકનિકલ ખામી કરોડો લોકોના ડિજિટલ કામકાજને બ્રેક લગાવી શકે છે.

ભારતમાં પણ આ આઉટેજની વ્‍યાપક અસર જોવા મળી હતી. ખાસ કરીને ઓફિસ કામ કરતા પ્રોફેશનલ્‍સ અને વિદ્યાર્થીઓ, જેઓ તેમના પ્રોજેક્‍ટ્‍સ માટે ChatGPT પર નિર્ભર છે, તેમને લોગિન કરવામાં અને પ્રોમ્‍પ્‍ટ મોકલવામાં મુશ્‍કેલી પડી હતી. DownDetector પર હજારો ભારતીય યુઝર્સે રિપોર્ટ કર્યો હતો કે તેમને સતત એરર મેસેજ મળી રહ્યા હતા. અમેરિકામાં પણ આશરે ૧૩,૦૦૦ થી વધુ લોકોએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર ÒChatGPT DownÓ ટ્રેન્‍ડ થવા લાગ્‍યું હતું.

આ સમસ્‍યાને ધ્‍યાનમાં લેતા, OpenAI એ તાત્‍કાલિક સ્‍વીકાર્યું કે ChatGPT ની કામગીરીમાં ખામી સર્જાઈ છે. કંપનીના એન્‍જિનિયરોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. પેસિફિક ટાઇમ મુજબ મધ્‍યરાત્રિએ શરૂ થયેલી આ સમસ્‍યા લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. OpenAI એ સત્તાવાર નિવેદનમાં જણાવ્‍યું હતું કે, ચોક્કસ સમયગાળા દરમિયાન ChatGPT ની કામગીરી નબળી પડી હતી, પરંતુ હવે આ સમસ્‍યાનું નિરાકરણ લાવી દેવામાં આવ્‍યું છે. ધીમે-ધીમે તમામ પ્રદેશોમાં સેવાઓ પુનઃસ્‍થાપિત કરવામાં આવી હતી.

જોકે આ આઉટેજ ટૂંકા ગાળાનો હતો, પરંતુ તેણે ભવિષ્‍યની ટેકનોલોજી અને તેની વિશ્વસનીયતા પર મોટા સવાલો ઉભા કર્યા છે. અત્‍યારે ઘણી કંપનીઓ અને વ્‍યક્‍તિગત વ્‍યવસાયો તેમના રોજિંદા કાર્યો માટે સંપૂર્ણપણે AI પર નિર્ભર છે, ત્‍યારે સર્વર ડાઉન થવા જેવી ઘટનાઓ ઉત્‍પાદકતાને ભારે નુકસાન પહોંચાડી શકે છે. OpenAI એ અત્‍યાર સુધી આ આઉટેજ પાછળનું સચોટ ટેકનિકલ કારણ જાહેર કર્યું નથી, પરંતુ કંપની હવે ગ્‍લોબલ સ્‍કેલિંગ પર વધુ ભાર મૂકી રહી છે જેથી ભવિષ્‍યમાં આવી સ્‍થિતિ ટાળી શકાય

(11:59 AM IST)