<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

મુંબઈ નજીક નાલાસોપારામાં પોલીસની મોટી કાર્યવાહી : તૂલીજ વિસ્તારમાંથી ૧૦૦ થી વધુ વિદેશી નાગરિકોની અટકાયત

તુલીંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં નાઇજીરીયન નાગરિકો રહે છે :ઘણા લોકોના પાસપોર્ટ અને વિઝાની મુદત પૂરી :કેટલાક ડ્રગ હેરફેર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા

મુંબઈને અડીને આવેલા નાલાસોપારામાં પોલીસે એક મોટી કાર્યવાહીમાં ૧૦૦ થી વધુ વિદેશી નાગરિકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસ વહીવટીતંત્ર અને વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં નાલાસોપારાના તુલીંજ વિસ્તારમાંથી આ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. તુલીંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં નાઇજીરીયન નાગરિકો રહે છે. આમાંથી ઘણા લોકોના પાસપોર્ટ અને વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે, અને કેટલાક ડ્રગ હેરફેર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

(1:19 PM IST)