હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બુલીયન માર્કેટમાં સતત બીજા દિવસે પણ તેજી સોનામાં વધુ ૬૦૦૦-ચાંદીમાં ૮૦૦૦ રૂા.નો ઉછાળો
રાજકોટમાં હાજરમાં સોનુ ૧૦ ગ્રામના ભાવ વધીને ૧,૬૪,૦૦૦ અને ચાંદીના ભાવ વધીને ર,૭૮,૦૦૦ રૂા. થયા બે દિ'માં ચાંદીમાં ૩પ,૦૦૦ રૂા. અને સોનામાં ૧૬,૦૦૦ રૂા. વધી ગયા

રાજકોટ તા.૪: બુલિયન માર્કેટમાં સોના-ચાંદીમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. સોનામાં વધુ ૬,૦૦૦ અને ચાંદીમાં ૮,૦૦૦ રૂા. નો ભાવવધારો થયો છે.
સોનામાં સતત બીજા દિવસે તેજીનો તરખાટ જોવા મળ્યો હતો. બુલિયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં સોનામાં વધુ ૬,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે રાત્રે સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,પ૮,૦૦૦ રૂા. હતા તે વધીને ભાવ ૧,૬૪,૦૦૦ રૂા. થઇ ગયા હતા. સોનાના બીસ્કીટમાં ૬૦,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧પ,૮૦,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧૬,૪૦,૦૦૦ રૂા. થઇ ગયા છે.
સોનાની સાથે ચાંદીમાં પણ તેજી યથાવત રહી હતી. બુલિયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૮,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ચાંદી ૧ કિલોના ભાવ ગઇકાલે ૨,૭૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૨,૭૮,૦૦૦ રૂા. થઇ ગયા હતા.
ગઇકાલે ચાંદીમાં ર૭,૦૦૦ રૂા. વધ્યા બાદ આજે વધુ ૮,૦૦૦ રૂા.નો ઉછાળો થતા બે દિ'માં ચાંદીમાં ૩પ,૦૦૦ અને સોનામાં ગઇકાલે ૧૦,૦૦૦ વધ્યા બાદ આજે વધુ ૬,૦૦૦ રૂા.નો ઉછાળો થતા બે દિ'માં ૧૬,૦૦૦ રૂા.નો ઉછાળો થયેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
