News of Wednesday, 4th February 2026
આઈટી સેક્ટરમાં વૈશ્વિક આફત: નવા એઆઈ ટૂલ ‘એન્થ્રોપિક’ના આગમનથી રોકાણકારો ફાળ પડી
ટીસીએસ, ઇન્ફોસિસ અને વિપ્રોના શેરોમાં ૬% સુધીનો કડાકો; એઆઈ કંપનીઓની નોકરીઓ છીનવશે તેવી ભીતિ

મુંબઈ: અમેરિકન બજારમાં આઈટી સ્ટોક્સમાં થયેલા મોટા ઘટાડાની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. એઆઈ સેક્ટરમાં નવી કંપની ‘એન્થ્રોપિક’ ના આગમનથી આઈટી સર્વિસ સેક્ટરના ભવિષ્ય સામે સવાલો ઊભા થતા ભારતીય ટેક દિગ્ગજોના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે.
બજારની સ્થિતિ:
બુધવારે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ૮૩,૨૫૨ અને નિફ્ટી ૨૫,૫૬૩ ની સપાટીએ નીચે ઉતરી આવ્યા હતા. ખાસ કરીને આઈટી શેરોમાં થયેલો ઘટાડો નીચે મુજબ છે:
* ટીસીએસ : ૫.૩૭% ઘટાડો
* ઇન્ફોસિસ : ૬.૧૦% ઘટાડો
* એલટી માઇન્ડટ્રી : ૬.૫૪% ઘટાડો
* પરસિસ્ટન્ટ: ૬.૯૦% ઘટાડો
કારણ શું છે? એક્સપર્ટ્સના મતે, એન્થ્રોપિકના નવા એઆઈ ટૂલથી સોફ્ટવેર કોડિંગ અને લીગલ ડ્રાફ્ટિંગ જેવા કામો આપોઆપ થઈ જશે. આનાથી ‘લીગલઝૂમ’ જેવી કંપનીઓના શેરમાં ૨૦% નો કડાકો બોલી ગયો હતો. રોકાણકારોને ડર છે કે ભારતીય આઈટી કંપનીઓ જે પરંપરાગત પ્રોજેક્ટ્સ પર કામ કરે છે, તેની માંગ એઆઈ ના કારણે ઘટી જશે. આ સ્થિતિ વચ્ચે અમેરિકા-ભારત વચ્ચેના ટ્રેડ ડીલ અને ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પણ બજાર પર મિશ્ર અસર કરી રહ્યા છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
