<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

બાળકોને રમત-ગમત થકી સક્ષમ બનાવવાની નેમઃ તુષાર સુમેરા

બજેટમાં શહેરના ત્રણેય ઝોનમાં પીપીપી ધોરણે સ્‍પોર્ટસ સુવિધા આપવા મ્‍યુ. કમિશનરનું સ્‍વાસ્‍થ્‍યવર્ધક સૂચન

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭ દરમ્‍યાન શહેરના ત્રણ ઝોનમાં પીપીપી  આધારિત રમત-ગમત સુવિધાઓ વિકસાવવાનો પ્રસ્‍તાવ વિચારાધીન છે. આ પ્રોજેક્‍ટ અંતર્ગત જમીન મહાનગરપાલિકા આપશે, જ્‍યારે ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને જાળવણી ખાનગી ભાગીદાર કરશે.

તમામ રમતગમત સુવિધાઓ આંતરરાષ્‍ટ્રીય ધોરણોને અનુરૂપ બનાવવામાં આવશે. PPP મોડેલથી મહાનગરપાલિકા પર નાણાંકીય બોજ ઓછો થશે અને ગુણવત્તાયુક્‍ત, વ્‍યાવસાયિક સંચાલન સુનિヘુિત થશે. આ પ્રોજેક્‍ટથી શહેરના યુવાનોને તાલીમ અને પ્રતિભા વિકાસની તક મળશે. રમત-ગમત સંસ્‍કળતિને પ્રોત્‍સાહન મળશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.

રાજકોટને આધુનિક, સ્‍પોર્ટ્‍સ-ફ્રેન્‍ડલી સિટી તરીકે નવી ઓળખ મળશે. સમગ્ર પ્રક્રિયા સરકારની PPP માર્ગદર્શિકા મુજબ પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે.

રાજકોટ શહેરનાં યુવાનોને રમત ગમતની સુવિધાઓ ધ્‍યાને લઇ વેસ્‍ટ ઝોનમાં વોર્ડ નં.૧૨માં આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું ૧૨૦૦ લોકોની ક્ષમતા વાળું સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તથા સેન્‍ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૧૭માં પારડી રોડ પર પણ સ્‍પોર્ટસ સંકુલ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે વર્ષ ૨૦૨૬-૨૭ માં પૂર્ણ કરવામાં આવનાર છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭ દરમ્‍યાન શહેરના ત્રણ ઝોનમાં પીપીપી આધારીત રમતગમત સુવિધાઓ વિકસાવવાનો પ્રસ્‍તાવ કરવામાં આવ્‍યો છે. પ્રસ્‍તાવિત તમામ રમતગમત સવિધાઓ સંબંધિત આંતરરાષ્ટીય ધોરણો અનુસાર વિકસાવવામાં આવશે.

PPP મોડેલ અંતર્ગત જરૂરી જમીન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે તથા ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને જાળવણીની જવાબદારી ખાનગી ભાગીદાર દ્વારા નિભાવવામાં આવશે.

આ પ્રસ્‍તાવ અમલમાં આવતા શહેરમાં આધુનિક અને ઉચ્‍ચ ગુણવત્તાની રમતગમત સુવિધાઓ ઉપલબ્‍ધ થશે, યુવા ખેલાડીઓને પ્રોત્‍સાહન મળશે તેમજ ખાનગી ભાગીદારી દ્વારા કાર્યક્ષમ અને ગુણવત્તાયુક્‍ત સંચાલન સુનિヘતિ થશે.

3D Twin GIS અને ડિજિટલ સિટી મોડલ પ્રોજેક્‍ટ

રાજકોટ શહેરના સ્‍માર્ટ સિટી મિશન અંતર્ગત, શહેરની સલામતી, સેવા કાર્યક્ષમતા અને શહેરી આયોજનને વધુ સક્ષમ કરવા માટે રાજકોટ સ્‍માર્ટ સિટી ડેવલપમેન્‍ટ લિમિટેડ (RSCDL) દ્વારા હાલનું ઞ્‍ત્‍લ્‍ સિસ્‍ટમ સફળતાપૂર્વક કાર્યરત છે. તેમાં ૧૦૦થી વધુ થીમેટિક લેયર્સ, 2D surface mapping અને અન્‍ડરગ્રાઉન્‍ડ યુટિલિટીના GPR આધારિત ડેટાનો સમાવેશ થાય છે.

પરંતુ શહેરની તેજ ગતિએ વધતી શહેરીકરણ પ્રક્રિયા અને આધુનિક આયોજનની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને ગેપ્‍સ જોવા મળે છે. જેમાં બિલ્‍ડિંગ ફૂટપ્રિન્‍ટ અને શહેરી ઘટકોની વધુ ચોકસાઈયુક્‍ત વિગતોનો અભાવ, 3D મોડેલિંગ અને વોલ્‍યુમેટ્રિક ડેટાની ગેરહાજરી, ડેટાના નિયમિત અપડેટ્‍સની જરૂરીયાત, UAV/Drone જેવી આધુનિક સર્વે ટેકનોલોજીનો અભાવ.

આને ધ્‍યાનમાં રાખીને RSCDL દ્વારા શહેર માટે વિગતવાર 3D ડિજિટલ સિટી મોડલ અને Digital Twin પ્‍લેટફોર્મ વિકસાવવા માટે આ પ્રોજેક્‍ટ પ્રસ્‍તાવિત છે. જેના મુખ્‍ય ઉદ્દેશ્‍યોમાં  UAV આધારિત ઉચ્‍ચ રિઝોલ્‍યુશનની એરિયલ ઈમેજરી અને સર્વે, બિલ્‍ડિંગ ફૂટપ્રિન્‍ટ અને શહેરી ઘટકોનું અપડેટેડ અને હાઈ-એકયુરેસી ડિજિટાઈઝેશન, LOD આધારિત વાસ્‍તવિક 3D સિટી મોડેલ્‍સનું નિર્માણ, DEM, કન્‍ટૂર અને ટેરેન મોડલ જનરેશન, હાલની 2D GIS સિસ્‍ટમ સાથે 3D, IoT અને લાઈવ ડેટાની ઈન્‍ટિગ્રેશન દ્વારા Digital Twin પ્‍લેટફોર્મ, વિવિધ વિભાગો માટે એનાલિટિક્‍સ, સીનારિયો પ્‍લાનિંગ અને પ્રેડિક્‍ટિવ મોડેલિંગ, અન્‍ડરગ્રાઉન્‍ડ યુટિલિટી વિઝ્‍યુલાઈઝેશન માટે AR આધારિત મોબાઇલ એપ, મ્‍યુનિસિપલ સ્‍ટાફ માટે ક્ષમતાવળદ્ધિ અને ટ્રેનિંગ. આ પ્રોજેક્‍ટથી શહેર આયોજન, ઇન્‍ફાસ્‍ટ્રક્‍ચર મેનેજમેન્‍ટ, સેફ્‌ટી, સર્વિસ ડિલિવરી અને ફીલ્‍ડ ઓપરેશન વધુ સક્ષમ બનશે.

આ બે પ્રોજેક્‍ટ - 3D TWIN GIS અને સિટી સર્વેલન્‍સ સિસ્‍ટમ - રાજકોટને વધુ સુરક્ષિત, કાર્યક્ષમ, ટેકનોલોજી-ડ્રિવન અને ભવિષ્‍ય-તૈયાર શહેર બનાવવાની દિશામાં બહુ મહત્‍વપૂર્ણ છે. બંને પ્રોજેક્‍ટ શહેરની ગવર્નન્‍સ, સેવા-વિતરણ અને શહેરી આયોજનને નવા સ્‍તરે લઇ જશે અને સ્‍માર્ટ સિટી મિશનની દૃષ્ટિને વધુ મજબૂત બનાવશે.

(3:29 PM IST)