<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ઉધમપુરમાં એન્‍કાઉન્‍ટરમાં બે જૈશ આતંકવાદીઓ ઠાર

જમ્‍મુ અને કાશ્‍મીરઃ સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ એન્‍કાઉન્‍ટર હાથ ધર્યું

ઉધમપુર તા.૪: ઉધમપુર જિલ્‍લાના પહાડી અને જંગલી વિસ્‍તારોમાં મંગળવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્‍ચે એન્‍કાઉન્‍ટર શરૂ થયું. આ ઓપરેશન બુધવારે પણ ચાલુ રહ્યું. દરમિયાન, સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્‍મદ સાથે સંકળાયેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા.

અહેવાલો અનુસાર, જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસ, ભારતીય સેના અને ઘ્‍ય્‍ભ્‍જ્‍ એ ઉધમપુરના બસંતગઢ વિસ્‍તારમાં સંયુક્‍ત એન્‍કાઉન્‍ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. મંગળવારે, સુરક્ષા દળોને જિલ્‍લાના રામનગર અને બસંતગઢ વચ્‍ચેના દૂરસ્‍થ અને દુર્ગમ વિસ્‍તાર ચિગલા બાલોટામાં શંકાસ્‍પદ આતંકવાદી હિલચાલની માહિતી મળી હતી.

આ પછી, સેના, CRPF અને જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસે સંયુક્‍ત રીતે એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સુરક્ષા દળો આગળ વધી રહ્યા હતા, ત્‍યારે જગરેડા વિસ્‍તારના ગાઢ જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ સાંજે ૪ વાગ્‍યે ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્‍યો, અને એન્‍કાઉન્‍ટર શરૂ થયું.

આ પછી, સમગ્ર વિસ્‍તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું હતું અને વધારાના સુરક્ષા દળોને ઘટનાસ્‍થળે બોલાવવામાં આવ્‍યા હતા. આખી રાત બંને બાજુથી સમયાંતરે ગોળીબાર થતો રહ્યો હતો. વરિષ્ઠ પોલીસ અને સેનાના અધિકારીઓ પણ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા છે અને સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા છે.

દરમિયાન, સેનાના વ્‍હાઇટ નાઈટ કોર્પ્‍સે જણાવ્‍યું હતું કે ગુપ્ત માહિતીના આધારે આ સંયુક્‍ત ઓપરેશનને ઓપરેશન કેયા નામ આપવામાં આવ્‍યું છે. આતંકવાદીઓની હાજરીની માહિતીના જવાબમાં ઉધમપુર જિલ્‍લાના પહાડી અને જંગલી વિસ્‍તારોમાં સર્ચ ઓપરેશન પહેલાથી જ ચાલી રહ્યું છે.

(4:01 PM IST)