News of Wednesday, 4th February 2026
‘કૉરિયન લવર’ નામની ઓનલાઇન ટાસ્ક-બેસ્ડ ગેમની ટેવને જ સામુહિક આત્મહત્યા : ગાઝિયાબાદના ભારત સિટીમાં મોડી રાત્રે અઢી વાગ્યે સોળ વર્ષની નિશિકા, ચૌદ વર્ષની પ્રાચી અને બાર વર્ષની પાખીએ નવમા માળથી કૂદકો લગાવ્યો'તો
કાલે અંતિમ ટાસ્ક હતો. ગેમમાં કુલ પચાસ ટાસ્ક હતા , ઘટનાના દિવસે એટલે કે અંતિમ દિવસે અંતિમ ટાસ્ક હતો કૂદવા માટે છોકરીઓએ બે સ્ટેપ વાળી સીડીનો ઉપયોગ કર્યો હતો

ગાઝિયાબાદ તા.૪
ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તાર સ્થિત ભારત સિટીમાં મોડી રાત્રે અઢી વાગ્યે સોળ વર્ષની નિશિકા, ચૌદ વર્ષની પ્રાચી અને બાર વર્ષની પાખીએ નવમા માળથી કૂદકો લગાવ્યો હતો. ચેતન કુમારની આ ત્રણે દીકરીઓ ‘કૉરિયન લવર’ નામની ઓનલાઇન ટાસ્ક-બેસ્ડ ગેમની લત ધરાવતી હતી. પ્રાથમિક તપાસમાં ગેમની ટેવને જ સામુહિક આત્મહત્યાનું કારણ માનવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી પરિવારજનોને પૂછપરછ કરી, મોબાઇલ ફોનની ડિજીટલ તપાસ શરૂ કરી છે.
પોલીસને ઘટનાસ્થળ પરથી એક પેજની આત્મહત્યાની નોટ પણ મળી છે. જેના પર માત્ર ‘મમ્મી – પપ્પા’ સોરી એવું લખેલું છે. આ સાધારણ શબ્દ તેમના માનસિક દબાણ પર ઈશારો કરી રહ્યો છે. જે કદાચ એ ગેમના ટાસ્કે પેદા કર્યો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે ત્રણે બહેનો ડિજીટલ દુનિયામાં ખોવાયેલી રહેતી હતી. એ એક કોરિયન ગેમના ટાસ્કને પૂર્ણ કરી રહી હતી. પોલીસ હવે એ મોબાઇલ ફોનની તપાસ કરી રહી છે. હાલ તો પાડોશીઓ અને પરિવારજનો એ માનવા તૈયાર જ નથી કે કેવી રીતે એક મોબાઇલ ગેમ ત્રણ બહેનોની જિંદગી છિનવી લે. બીજી બાજુ ગાઝિયાબાદ પોલીસ તમામ એન્ગલથી આત્મહત્યાઓની તપાસ કરી રહી છે.
મૃતક બહેનોના પિતા ચેતન કુમારના જણાવ્યા અનુસાર, દીકરીઓ કોરિયન ગેમ રમતી હતી. કાલે અંતિમ ટાસ્ક હતો. ગેમમાં કુલ પચાસ ટાસ્ક હતા. ઘટનાના દિવસે એટલે કે અંતિમ દિવસે અંતિમ ટાસ્ક હતો. કૂદવા માટે છોકરીઓએ બે સ્ટેપ વાળી સીડીનો ઉપયોગ કર્યો હતો.
આ સમગ્ર ઘટનામાં એસપી અતુલ કુમારે જણાવ્યું હતું કે રાતના 2.15 વાગ્યે પીઆરવી દ્વારા પોલીસ સ્ટેશન ટીલામોડ સ્થિત ભારત સિટીમાં ટાવર બી-1 ફ્લેટ નંબર 907ના નવમા માળની બાલકની પરથી ત્રણ છોકરીઓના કૂદવાની અને ઘટનાસ્થળે જ મૃત્યુ થયાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ઘટનાસ્થળે જઈ તપાસ કરતાં નિશિકા, પ્રાચી, પ્રાખી મેદાન પર જ બેશુદ્ધ અવસ્થામાં મળી હતી. એમ્બ્યુલન્સ દ્વારા એમને હોસ્પિટલ મોકલવામાં આવી હતી. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કરેલી, હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક જમાનામાં એવું હતું કે યુવતી જો ના પાડે તો ગુસ્સે ભરાયેલો પ્રેમી તેની જઘન્ય હત્યા કરી નાખે, પણ હવે જમાનો બદલ્યો છે અને આ ઘટનાથી તદ્દન વિપરિત એક કિસ્સો બન્યો છે. જેમાં ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડનું કાસળ કાઢી નાખ્યું છે.
છત્તીસગઢના બિલાસપુરમાં એક સનસનીખેજ વારદાત સામે આવી છે. અહીં એક યુવકની દોસ્તી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક યુવતી સાથે થઈ હતી. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. એ પછી કોઈ વાતને લઈ બંનેના સંબંધોમાં ખટાશ ઉમેરાય. બ્રેકઅપથી પ્રિયતમા એટલી ક્રોધે ભરાઈ કે તે ચાકુ લઈ પ્રિયતમ પર તૂટી પડી અને બોયફ્રેન્ડને મોતને ઘાટ ઉતારી દીધો.
હત્યારી ગર્લફ્રેન્ડનું નામ રોશની છે અને તે 22 વર્ષની છે. જ્યારે મૃતક કામતા પ્રસાદ સૂર્યવંશી 25 વર્ષનો હતો. બંનેની દોસ્તી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામથી થઈ હતી. ઓનલાઇન વાતચીત ધીમેધીમે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ. પરંતુ થોડા સમય બાદ કામતાએ રોશની સાથેના સંપર્કો તોડી નાખ્યા. તેણે ન માત્ર વાત કરવાનું છોડી દીધું, પરંતુ કૉલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ રોશનીને બ્લોક કરી દીધી. આ કારણે નિરાશ રોશનીને શંકા હતી કે કામતા એને છોડી કોઈ બીજી યુવતી સાથે દોસ્તી કરી લેશે કાં ઇલુઇલુ કરવા માંડશે.
મંગળવારની સવારે રોશની ધારદાર ચાકુ લઈને કામતા પ્રસાદના ઘરમાં પહોંચી. બંનેની વચ્ચે થોડી મિનિટો માટે જીભાજોડી થઈ. એવામાં આપો ગુમાવી બેસેલી રોશનીએ આગળ પાછળનું કંઈ વિચાર્યા વગર કામતાની છાતીમાં ધડાધડ ચાકુ પરોવી દીધું. ગંભીર રૂપથી ઘાયલ પૂર્વ પ્રેમી કામતાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે.
આ સમગ્ર ઘટનાની બાતમી મળતા સિવિલ લાઇન પોલીસ સ્ટેશનનો કાફલો હત્યા સ્થળે પહોંચ્યો હતો. પોલીસે આરોપી યુવતી રોશની પર હત્યાનો કેસ નોંધી તેની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે રોશની બોયફ્રેન્ડની હત્યા કરવાના ઈરાદે જ ચાકુ લઈને પહોંચી હતી. એનો ચર્ચા કરવાનો કોઈ ઈરાદો નહોતો. પોલીસ હવે મોબાઇલ કૉલ ડિટેલ અને સોશિયલ મીડિયામાં થયેલી વાતચીતના આધારે તપાસ કરી રહી છે. મૃતક કામતા પ્રસાદ સૂર્યવંશી જિલ્લા પંચાયત અધ્યક્ષ રાજેશ સૂર્યવંશીનો ભત્રીજો હતો.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
