હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પત્રકારત્વ છોડી સૌરભ દ્વિવેદી હવે 'એક્ટિંગ'માં અજમાવશે નસીબ: નેટફ્લિક્સની વેબ સિરીઝ 'કર્તવ્ય'થી કરશે ડેબ્યૂ
શાહરૂખ ખાનની રેડ ચિલીઝ પ્રોડક્શનની સિરીઝમાં સૈફ અલી ખાન સાથે દેખાશે; સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્તેજના

નવી દિલ્હી : 'ધ લલ્લનટોપ' (The Lallantop) ના સ્થાપક અને જાણીતા પત્રકાર સૌરભ દ્વિવેદીએ ગયા મહિને મીડિયા જગત છોડવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા હતા. લોકો અટકળો લગાવી રહ્યા હતા કે તેઓ કદાચ કોઈ મોટા અખબારમાં જોડાશે, પરંતુ હવે જે સમાચાર આવ્યા છે તેણે સૌને સ્તબ્ધ કરી દીધા છે. સૌરભ દ્વિવેદી હવે કેમેરાની પાછળ નહીં, પણ કેમેરાની સામે એક્ટિંગ કરતા જોવા મળશે. તેઓ નેટફ્લિક્સની આગામી પ્રોજેક્ટ 'કર્તવ્ય' (Kartvya) દ્વારા અભિનયની દુનિયામાં પદાર્પણ કરી રહ્યા છે.
સ્ટાર કાસ્ટ અને પ્રોડક્શન
મંગળવારે નેટફ્લિક્સે તેના આગામી પ્રોજેક્ટ્સની જાહેરાત કરી, જેમાં 'કર્તવ્ય'નું નામ મોખરે હતું. આ સિરીઝનું નિર્માણ શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ સિરીઝમાં સૌરભ દ્વિવેદીની સાથે બોલીવુડના દિગ્ગજ અભિનેતા સૈફ અલી ખાન, રસિકા દુગલ અને સંજય મિશ્રા જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો પૂર
સૌરભ દ્વિવેદીના આ નવા અવતારને લઈને નેટીઝન્સમાં મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોએ મજાકિયા અંદાજમાં રાજદીપ સરદેસાઈને પણ પૂછ્યું કે, "સર, હવે તમારો નંબર છે કે શું?" તો વળી કોઈએ સૌરભ દ્વિવેદીને બી-ટાઉનનો નવો 'કુશા કપિલા' (સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે એક્ટિંગમાં આવ્યા) ગણાવ્યા છે. ચાહકો તેમની શુદ્ધ હિન્દી અને વાકચાતુર્યને હવે ફિલ્મી પડદા પર જોવા માટે આતુર છે.
શું હશે 'કર્તવ્ય'ની વાર્તા?
પુલ્કિત દ્વારા દિગ્દર્શિત આ સિરીઝના ટાઈટલ સાથે લખવામાં આવ્યું છે કે, "ધર્મ અને કર્મના યુદ્ધમાં, શું કર્તવ્યની જીત થશે?" આ ટેગલાઇન પરથી લાગે છે કે આ એક ગંભીર પોલિટિકલ અથવા સોશિયલ ડ્રામા હોઈ શકે છે. જોકે રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી, પણ સૌરભ દ્વિવેદીની એન્ટ્રીએ અત્યારથી જ આ પ્રોજેક્ટ માટે ભારે હાઈપ ઉભો કરી દીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
