હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેન્સર સામે ભારતની 'મહાયુદ્ધ'ની તૈયારી: દર્દીઓ માટે દવાઓ થશે સસ્તી અને દરેક જિલ્લામાં ખુલશે 'ડે-કેર યુનિટ'!
વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાની મોટી જાહેરાત; 'યુનાઈટેડ બાય યુનિક' થીમ સાથે વહેલા નિદાન અને સમયસર સારવાર પર ભાર

નવી દિલ્હી: દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવતા 'વિશ્વ કેન્સર દિવસ' નિમિત્તે ભારત સરકારે કેન્સરના દર્દીઓ માટે મોટી રાહતોની જાહેરાત કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્સર સામેની લડાઈમાં દેશના દરેક જિલ્લામાં 'કેન્સર ડે કેર યુનિટ'ની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત, કેન્સરની જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે, જેનાથી સારવારનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટશે અને સામાન્ય માણસને મોટી રાહત મળશે.
આયુષ્માન આરોગ્ય મંદિરો બનશે રક્ષક
સરકાર હવે સ્ક્રીનીંગ અને વહેલા નિદાન (Early Detection) પર વધુ ભાર આપી રહી છે. દેશભરમાં ફેલાયેલા 'આયુષ્માન આરોગ્ય મંદિરો' દ્વારા મોટા પાયે કેન્સર સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જો કેન્સરનું નિદાન શરૂઆતના તબક્કામાં થઈ જાય, તો તેને મટાડવાની શક્યતા ઘણી વધી જાય છે. મંત્રી નડ્ડાએ ઉમેર્યું કે આ નેટવર્ક દ્વારા છેવાડાના માનવી સુધી સમયસર સારવાર પહોંચાડવી એ જ સરકારનું લક્ષ્ય છે.
'યુનાઈટેડ બાય યુનિક' – આ વર્ષની ખાસ થીમ
વર્ષ ૨૦૨૬ માટે વિશ્વ કેન્સર દિવસની થીમ "United by Unique" રાખવામાં આવી છે. આ ત્રણ વર્ષના લાંબા અભિયાન (૨૦૨૫-૨૦૨૭)નો એક ભાગ છે. આ થીમનો મુખ્ય હેતુ એ છે કે કેન્સરનો દરેક દર્દી અને તેની લડાઈની વાર્તા અજોડ (Unique) હોય છે. સારવારમાં પર્સનલાઇઝ્ડ કેર એટલે કે દરેક વ્યક્તિની જરૂરિયાત મુજબની કસ્ટમાઇઝ્ડ સારવારને પ્રોત્સાહન આપવા પર આ વર્ષે ભાર મૂકવામાં આવ્યો છે.
કેન્સર પ્રત્યેની જાગૃતિ અને સરકારની આ નવી નીતિઓ લાખો દર્દીઓ માટે આશાનું નવું કિરણ લઈને આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
