હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લોકસભામાં 'મહાભારત': પીએમ મોદીના ભાષણ પહેલા જ હોબાળો, વિપક્ષી મહિલા સાંસદોએ ટ્રેઝરી બેન્ચને ઘેરી!
ભાજપનો ગંભીર આક્ષેપ: મહિલા સાંસદો વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચી હુમલો કરવાનો ઇરાદો ધરાવતી હતી

નવી દિલ્હી : લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબી ભાષણ પહેલા જ સંસદ રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. સાંજે 5 વાગ્યે પીએમ મોદીનું ભાષણ શરૂ થાય તે પહેલા જ વિપક્ષી સભ્યોએ વેલમાં ધસી આવી ભારે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. ભાજપના સાંસદ મનોજ તિવારીએ અત્યંત ગંભીર દાવો કર્યો છે કે વિપક્ષી મહિલા સાંસદોએ વડાપ્રધાનની ખુરશીને ઘેરી લીધી હતી અને તેમનો ઇરાદો હિંસક જણાતો હતો. સ્પીકર સંધ્યા રાયે સ્થિતિ બેકાબૂ બનતા ગૃહને દિવસભર માટે મુલતવી રાખવું પડ્યું હતું, જેના કારણે વડાપ્રધાનનું મહત્વનું ભાષણ અટકી ગયું હતું.
ગૃહની કાર્યવાહી મુલતવી રહ્યા બાદ પણ ટ્રેઝરી અને વિપક્ષી બેન્ચ વચ્ચે તણાવ યથાવત રહ્યો હતો. એનડીએના ઘટક પક્ષોએ આક્ષેપ કર્યો કે વિપક્ષી સાંસદો પ્લેકાર્ડ્સ લઈને પીએમની બેઠકની માત્ર બે હરોળ પાછળ સુધી પહોંચી ગયા હતા, જ્યાં મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કિરેન રિજિજુએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મનોજ તિવારીએ આ ઘટનાને લોકશાહીનું અપમાન ગણાવતા કહ્યું કે વિપક્ષ ચર્ચાથી ભાગવા માટે આ સ્તર પર ઉતરી આવ્યો છે. બીજી તરફ, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પીએમ મોદી પર નિશાન સાધતા લખ્યું કે, "તેઓ ડરેલા છે અને ક્યારેય સંસદમાં સત્યનો સામનો કરવા આવશે નહીં."
જોકે, આ સમગ્ર વિવાદમાં મહિલા સાંસદોએ અલગ જ પક્ષ રજૂ કર્યો છે. કોંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડે સ્પષ્ટતા કરી કે તેઓ વડાપ્રધાનની ખુરશી તરફ નહીં, પરંતુ ભાજપ સાંસદ નિશિકાંત દુબે તરફ જઈ રહ્યા હતા કારણ કે તેઓ મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી રહ્યા હતા. ગનીબેન ઠાકુર અને જોતિમણિ જેવા સાંસદોએ દાવો કર્યો કે જ્યારે ભાજપના નેતા ભાગવા લાગ્યા ત્યારે તેમણે માત્ર સવાલ પૂછ્યા હતા. ગૃહમાં બનેલી આ 'પુસ્તક વિરુદ્ધ પુસ્તક' અને ઝપાઝપીની ઘટનાઓએ સંસદીય મર્યાદાના લીરેલીરા ઉડાડ્યા છે, જે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
