News of Thursday, 5th February 2026
શું સોનાની કિંમત ફરીથી ૭૦૦૦૦ રૂપિયાથી નીચે જશે ? નિષ્ણાતોની મોટી ભવિષ્યવાણી
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે સોનાના ભાવમાં ઘટાડાની શક્યતા પાછળ અનેક નક્કર કારણો છે. તેમાંનું પ્રથમ કારણ અમેરિકામાં થઈ રહેલી આર્થિક ઘટનાઓ છે.: વર્તમાન પરિસ્થિતિને જોતા આ સંપૂર્ણપણે અશક્ય નથી. જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત અગત્યના સપોર્ટ લેવલ ગુમાવે છે, તો ભારતીય બજારમાં કિમતો ઝડપથી ઘટશે આ ઘટાડો એક જ દિવસમાં થવાની શક્યતા નથી. સંકેતો મળી રહ્યા છે કે કિંમતો તબક્કાવાર રીતે ઘટશે. આગામી દિવસોમાં સોનાના બજારમાં વધુ અસ્થિરતાની શક્યતા છે

નવી દિલ્હી તા.૫: સોનાની વર્તમાન કિમત સામાન્ય માણસને મૂંઝવણમાં નાખી રહી છે. એક દિવસ કિમતો ઝડપથી ઘટે છે તો બીજા જ દિવસે અચાનક વધી જાય છે. આ કારણે સોનું ખરીદવા ઈચ્છતા લોકો ભારે દ્વિધામાં છે. ખાસ કરીને લગ્નસરાની મોસમ નજીક આવતાની સાથે જ દરેક ઘરમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે સોનું ખરીદવું કે થોડો સમય રાહ જોવી. એવામાં અનેક લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ જ છે કે શું સોનાની કિમત ફરીથી ૭૦ હજાર રૂપિયાથી નીચે જશે.
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે સોનાના ભાવમાં ઘટાડાની શક્યતા પાછળ અનેક નક્કર કારણો છે. તેમાંનું પ્રથમ કારણ અમેરિકામાં થઈ રહેલી આર્થિક ઘટનાઓ છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રભાવ હેઠળ અમેરિકી અર્થતંત્રને મજબૂત કરવા માટે નીતિઓ લાગુ કરવામાં આવી રહી છે. આ નિર્ણયોને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરનું મૂલ્ય વધી રહ્યું છે. ડોલર મજબૂત થવા પર સોનાની કિમતો પર દબાણ વધે છે. સામાન્ય રીતે, ડોલર મજબૂત થતા રોકાણકારો સોનામાં રોકાણ ઘટાડી દે છે.
બીજું મુખ્ય કારણ વિશ્વભરમાં યુદ્ધના ડરમાં ઘટાડો થવો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં તણાવને કારણે રોકાણકારોએ સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે પસંદ કર્યું છે. અનિヘતિતાના ચરમસીમાના સમયે સોનાના ભાવમાં વધારો થવો સ્વાભાવિક છે. જોકે, તાજેતરના રાજકીય ઘટનાક્રમો સાથે, યુદ્ધોની શક્યતા ઓછી થઈ રહી છે. આ સંજોગોમાં, રોકાણકારો સોનામાં રોકાણ કરેલા પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે અને તેને શેરબજારમાં લગાવી રહ્યા છે. બજારની ભાષામાં તેને પ્રોફિટ બુકિગ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા સોનાના ભાવ પર વધારાનું દબાણ લાવી રહી છે.
હવે અસલી સવાલ એ છે કે કિમતો કેટલી ઘટી શકે છે. નિષ્ણાતો આ વાત પર રસપ્રદ ભવિષ્યવાણીઓ કરી રહ્યા છે કે શું પ્રતિ તોલા સોનાની કિમત ૭૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે. તેમનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા આ સંપૂર્ણપણે અશક્ય નથી. જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિમત અગત્યના સપોર્ટ લેવલ ગુમાવે છે, તો ભારતીય બજારમાં કિમતો ઝડપથી ઘટશે. આ ઉપરાંત, જો ડોલર સામે રૂપિયો થોડો મજબૂત થાય છે, તો આયાત ખર્ચ ઘટી જશે. બુલિયન માર્કેટના સૂત્રોનું માનવું છે કે આ બંને પરિબળો મળીને સોનાના ભાવને નીચે ખેંચી શકે છે.
જોકે, નિષ્ણાતો સ્પષ્ટ કરી રહ્યા છે કે આ ઘટાડો એક જ દિવસમાં થવાની શક્યતા નથી. સંકેતો મળી રહ્યા છે કે કિમતો તબક્કાવાર રીતે ઘટશે. આગામી દિવસોમાં સોનાના બજારમાં વધુ અસ્થિરતાની શક્યતા છે. વિશ્લેષકોનું કહેવું છે કે થોડા દિવસો માટે વધારો થઈ શકે છે, પરંતુ એકંદરે ટ્રેન્ડ ઘટાડા તરફ છે.
આ સંજોગોમાં, નિષ્ણાતો ગ્રાહકોને સાવધ રહેવાની અને ઉતાવળમાં નિર્ણય ન લેવાની સલાહ આપે છે. વર્તમાન કિમતોથી ચિતિત થઈને એકસાથે બધું સોનું ખરીદવાને બદલે, તેમનું સૂચન છે કે કિંમતોમાં ઘટાડો આવે ત્યારે થોડું-થોડું સોનું ખરીદવું વધુ સારું છે. તેમનું કહેવું છે કે જ્યારે કિમતોમાં મોટો ઘટાડો આવે, ત્યારે તમે તમારી જરૂરિયાતો માટે પૂરતું સોનું ખરીદી શકો છો. બજાર નિષ્ણાતોનું માનવું છે કે આ અભિગમથી ભાવમાં થતી વધ-ઘટની અસર અમુક અંશે ઓછી થઈ જશે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. અમે તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરૂર લો.)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
