News of Thursday, 5th February 2026
UPSCના નિયમો કડક બન્યા:હવે કાર્યરત IAS/IFS અધિકારીઓ પરીક્ષા અને IPS ફરીથી એ જ પદ માટે અરજી કરી શકશે નહીં.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 4 ફેબ્રુઆરી 2026ના રોજ સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE)નું નોટિફિકેશન જારી કરી

અમદાવાદ :યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 4 ફેબ્રુઆરી 2026ના રોજ સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE)નું નોટિફિકેશન જારી કરી દીધું છે. આ વર્ષે, કમિશને સર્વિસ એલોકેશન અને ડિજિટલ સુરક્ષાને લઈને ઘણા મહત્ત્વપૂર્ણ અને મોટા ફેરફારો કર્યા છે. IPS માટેના નિયમો વધુ સ્પષ્ટ અને કડક કરી દેવામાં આવ્યા છે.
જો કોઈ ઉમેદવારની પસંદગી પહેલા જ IPS માટે થઈ ચૂકી છે, તો તે CSE 2026 દ્વારા ફરીવાર IPSનો વિકલ્પ પસંદ કરી શકશે નહીં. આ સિવાય જો કોઈ કાર્યરત IAS અને IFS અધિકારી હોય, તો હવે આ પરીક્ષામાં બેસી શકશે નહીં. જો મેઇન્સ પરીક્ષા પહેલા કોઈ ઉમેદવારની નિયુક્તિ આ સેવાઓમાં થઈ જાય છે, તો તેમને મેઇન્સ પરીક્ષા આપવાની મંજૂરી નહીં મળે. જો ઉમેદવાર CSE 2025 કે તેનાથી પહેલા કોઈ સર્વિસમાં આવી ચૂક્યા છે, તો તેમણે પોતાના બાકીના અટેમ્પટ્સનો ઉપયોગ કરવા માટે 2026 કે 2027માં એક છેલ્લી તક આપવામાં આવી છે, પણ રાજીનામુ આપ્યા વિના.
UPSCએ એ ઉમેદવારો માટે પણ નિયમોમાં ફેરફાર કર્યા છે, જે 2026માં ગ્રુપ A સેવામાં પસંદ થયા પછી ફરીથી પરીક્ષા આપવા માંગે છે. એવા ઉમેદવારોને ત્યારે જ પરીક્ષામાં બેસવાની તક મળશે જ્યારે, તેઓને સંબંધિત વિભાગથી ટ્રેનિંગમાં સામેલ ન થવાની છૂટ મળી જાય. જો કે જો તેઓ ટ્રેનિંગમાં સામેલ ન થાય અને છૂટ પણ ન મળે, તો તેમની 2026ની અરજી રદ કરી દેવામાં આવશે. સાથે જ જો તેઓ વર્ષ 2027માં ફરીથી સફળ થાય છે, તો તેમણે બે સેવાઓમાંથી એક પસંદ કરવી પડશે, અને બીજી રદ માનવામાં આવશે.
આ સિવાય પરીક્ષામાં છેતરપિંડી અટકાવવા માટે AI-આધારિત ફેશિયલ રેકોગ્નિશન અને આધાર વેરિફિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ઉમેદવારોએ હવે એક નવા ચાર તબક્કાવાળા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે, જે સંપૂર્ણપણે આધાર સાથે જોડાયેલું હશે.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
