<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

UPI ટ્રાન્ઝેકશન વધુ ઝડપી અને સિકયોર બનાવવાની તૈયારી

ટ્રાન્ઝેકશનનો વિન્ડો-પિરિયડ હવે ૩૦ને બદલે ૧૦ સેકન્ડનો અને કન્ફર્મેશન પ્રોમ્પ્ટ્સ વધુ સિકયોર બનશે

નવી દિલ્હી તા.૬: ટૂંક સમયમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરરફેસ (UPI) માટે નવા નિયમો અમલમાં આવશે. શ્ભ્ત્ પેમેન્ટ્સને લગતા આ ફેરફારો ટ્રાન્ઝેકશન સ્પીડ, વેરિફિકેશન સ્ટાન્ડર્ડ અને યુઝર પ્રોટેકશન બાબતે ખૂબ મહત્ત્વના રહેશે.  ડિજિટલ ચુકવણી માટે UPIપર આધાર રાખતા યુઝર્સ માટે રિયલ-ટાઇમ પ્રોસેસિગ સુધારવા, સિકયોરિટી કન્ટ્રોલને સઘન બનાવવા અને પારદર્શિતા વધારવાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

UPIટ્રાન્ઝેકશન અને એનો એપ્લિકેશન પ્રોગ્રામિગ ઇન્ટરફેસ (API) રિસ્પોન્સ ૧૦ સેકન્ડની વિન્ડોમાં પૂરો થવા જોઈએ. આ વિન્ડો-પિરિયડ અત્યારે ૩૦ સેકન્ડનો છે. આ અપડેટને પગલે પેમેન્ટ્સ ઝડપી બનશે. API એ એક ડિજિટલ બ્રિજ છે જે બે ઍપ્લિકેશન અથવા સિસ્ટમને એકબીજા સાથે કમ્યુનિકેટ કરાવે છે. એટલે બેન્કમાં બેલેન્સ છે કે નહીં એની ખાતરી કરતું કમ્યુનિકેશન ઝડપી બનશે.

UPI સિસ્ટમ્સમાં ડેઇલી ટ્રાન્ઝેકશન અત્યારે રેકોર્ડબ્રેક વોલ્યુમે પહોંચી ગયું છે. રિયલ-ટાઇમ સ્પીડમાં વધારો થતાં Google Pay, PhonePe અને Paytm જેવાં પ્લેટફોર્મ્સ પર હાઈ-ટ્રાફિક કલાકો દરમ્યાન ટ્રાન્ઝેકશન અટવાશે નહીં.

સિકયોરિટી અને યુઝર પ્રોટેકશન માટે પેમેન્ટ થાય એ પહેલાં કન્ફર્મેશન પ્રોમ્પ્ટ્સ તેમ જ રિકરિગ અને ઓટોમેટેડ ડિડકશન કેન્સલ કરવાની સુવિધાને વધુ સિકયોર બનાવવામાં આવી છે.

નિષ્ક્રિય થઈ ગયેલા UPI ID પર યુઝર રી-વેરિફાય ન કરે ત્યાં સુધી ટેમ્પરરી રિસ્ટ્રિકશન રાખવામાં આવશે.

નવા નિયમો હેઠળ બેન્કો અને UPI એપ્લિકેશનોને બાકી રહેલાં અથવા અટકેલાં ટ્રાન્ઝેકશનો કલાકની અંદર ઉકેલવાં પડશે.

અન્ય યુઝર્સ પાસેથી પૈસા મેળવવા માટેના ઇન્વિટેશનને કારણે થતા સ્પેમને રોકવા માટે કડક મર્યાદાઓ લાગુ કરવામાં આવશે. ડેઇલી ઇન્વિટેશનની સંખ્યા નક્કી કરવામાં આવશે.

(10:15 AM IST)