તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Friday, 6th February 2026
IT રિટર્નમાં ભૂલ કરી તો સુધારાની તકઃ ૨૫% ટેક્સ વધુ ચૂકવવો પડશે
નોટિસ મળે તો ૨૭.૫% ટેક્સ વર્ષમાં ચૂકવવાનો નિયમ : ચાર વર્ષ દરમિયાન કરદાતા દ્વારા રિટર્નમાં સુધારાના નિયમ લાગુ થશે

મુંબઈ,તા.૦૬: ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં કરદાતાએ ભૂલ કરી હોય તો અધિકારી નોટિસ આપ્યા બાદ તેને સુધારવા માટે પહેલા તક આપવામાં આવતી નથી. જ્યારે આઇટી અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવે ત્યારે તેમાં સુધારો વધારો કરી શકાતો હતો. પરંતુ ચાલુ વર્ષે રજૂ કરાયેલા બજેટમાં કરદાતાએ કરેલી ભૂલ સુધારવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. તેના માટે કરદાતા સામે ચાલીને ભૂલ સુધારો કરવા માંગે તો ટેક્સની રકમના ૨૫ ટકા વધારાની ચુકવણી કરવાની રહેશે. જ્યારે વિભાગ કરી શકતા નહોતા. જ્યારે હાલમાં રજુ કરાયેલા બજેટમાં તે માટેનો સુધારો કરવા માટેની તક આપતી જોગવાઈ કરી છે. તેમાં આઈટી અધિકારી દ્વારા કલમ ૧૪૮ હેઠળ કરદાતાને નોટિસ આપ્યા બાદ રિટર્નમાં કોઇ વિગત આપવામાં આવે તેવા સંજોગોમાં ૧૨ મહિના માટે ૨૭.૫, ૧૨થી ૨૪ મહિના માટે ૫૫, ૨૪થી ૩૬ મહિના માટે ૬૬ અને ૩૬થી ૪૮ મહિના માટે ૭૭ ટકા પ્રમાણે ટેક્સની વસૂલાત કરવામાં આવશે.(૪૦.૧૩)
કરદાતાને રાહત આપતો નિર્ણય લેવાયો
કરદાતાએ રિટર્ન ભરવામાં ભલ કરી હોય અને આઇટી અધિકારીએ નોટિસ આપી હોય તેવા કિસ્સામાં કરદાતાને સુધારો કરવા માટેની જોગવાઇ નહોતી. જ્યારે અધિકારી નોટિસ આપે ત્યારે જ તેમાં સુધારો થઇ શકતો હતો. જ્યારે કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં રિટર્નમાં સુધારો કરવા માટે કરદાતાને તક આપવામાં આવતા હવે ઘણી રાહત થવાની છે.
-સીએ
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
