<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ગુજરાતમાં વીમા વિનાના ૧.૩ કરોડથી વધુ વાહનો દોડી રહ્યા છે

વીમો ન હોય તો વાહન ચાલકને જેલ-દંડ : વીમા વિનાના વાહનોમાં તામિલનાડુ-મહારાષ્ટ્ર બાદ ગુજરાત ત્રીજા નંબરે, ટુ વ્‍હીલર સૌથી વધુ

નવી દિલ્‍હી,તા.૦૬: દેશમાં અકસ્‍માતની સંખ્‍યા વધી રહી છે પરિણામે માર્ગ અકસ્‍માતનું જોખમ રોકવા કેન્‍દ્ર સરકારે થર્ડ પાર્ટી ઇન્‍સ્‍યોરન્‍સ  ફરજિયાત કર્યુ છે. આમ છતાંય વાહનચાલકો બેદરકારી દાખવી રહ્યાં છે. કેન્‍દ્ર સરકારના એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વીમા વિનાના ૧.૦૩ કરોડ વાહનો રોડ પર દોડી રહ્યાં છે. વાહનોમાં ટુ વ્‍હિલર્સની સંખ્‍યા વધુ હોવાનું જાણવા મળ્‍યુ છે.વાહનચાલક પાસે વીમો હોવો ફરજિયાત છ પરંતુ પચાસ ટકાથી વધુ વાહન ધારકો પાસે વીમો નથી. એટલે અકસ્‍માત થાય ત્‍યારે વાહનચાલક ઘટનાસ્‍થળેથી ભાગી જવામાં હિત સમજતા હતા.કેન્‍દ્ર સરકારે મોટર વ્‍હીકલ એક્‍ટ હેઠળ  માર્ગ અકસ્‍માતના જોખમને રોકવા વાહન માટે થર્ડ પાટી ઈન્‍સ્‍યોરન્‍સ લેવો ફરજિયાત કર્યો છે. થર્ડ પાટી વીમો ન હોવો એ  સજાપાત્ર ગુનો બન્‍યો છે. આમ છતાંય લાખો વાહનો વીમા વિનાના દોડી રહ્યાં છે.સંસદમાં રજૂ થયેલાં એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં કુલ મળીને ૧,૦૩,૩૬,૦૫૪ વાહનો વીમા વિનાના દોડી રહ્યાં છે. એ વાત પણ બહાર આવી છેકે, પંદર રાજ્‍યો  એવાં છે જ્‍યાં ૬૦ ટકાથી વધુ વાહનધારકોએ વીમો ઊતરાવ્‍યો નથી. મહારાષ્ટ્ર અને તામિલનાડુ બાદ ગુજરાત ત્રીજુ રાજ્‍ય છે જ્‍યાં સૌથી વધુ વાહનો વીમા વિનાના છે.

નોંધનીય છે કે, જો વાહનનો વીમો ન હોય તો, વાહનચાલકોએ ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રુપિયાનો દંડ થઇ શકે છે.

(11:47 AM IST)