<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

વડાપ્રધાન મોદી કાલથી બે દિવસ મલેશિયાની વિદેશ યાત્રા પર

ભારત-મલેશિયા વ્‍યૂહાત્‍મક ભાગીદારી મજબૂત કરવા ઉપરાંત,વેપાર અને રોકાણમાં ધારો,સેમિકન્‍ડક્‍ટર અને નવી ટેકનોલોજી ક્ષેત્રે સહકાર તેમજ રક્ષા અને સમુદ્રી સુરક્ષાનો મુખ્‍ય ઉદ્‌ેશ્‍ય : વડાપ્રધાન બન્‍યા બાદ પ્રથમ મુલાકાત ૨૧ થી ૨૩ નવેમ્‍બર ૨૦૧૫,૩૧ મી મે ૨૦૧૮ બીજી ટૂંકી મુલાકાત અને હવે ૭-૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ત્રીજી મુલાકાત મલેશિયાના વડાપ્રધાન ડાટો' સરી અનવર ઈબ્રાહિમનુ વિશેષ આમંત્રણ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આવતીકાલથી બે દિવસની મલેશિયા ની વિદેશ મુલાકાતે જઈ રહ્યા છે, વડાપ્રધાન શ્રી  ડાટો' સરી અનવર ઈબ્રાહિમના વિશેષ આમંત્રણ થી જઈ રહ્યા છેમોદી.

આ મુલાકાત પાછળ નો ઉદ્દેશ્‍ય શું છે..?, આ મુલાકાત થી ભારત ને શું ફાયદો થશે..??

ભારત માટે કેમ અગત્‍ય નું છે મલેશિયા...??, આવો આપણે જોઈએ.

       નરેન્‍દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્‍યા બાદ વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૮ એમ અગાઉ મલેશિયા ની બે મુલાકાત કરી ચૂકયા છે, હાલ ની ગ્‍લોબલ પોઝિશન માં વ્‍યૂહાત્‍મક દૃષ્ટિએ આ મુલાકાત ખૂબ જ અગત્‍યની મનાય છે.

ભારત માટે મલેશિયા વ્‍યૂહાત્‍મક દૃષ્ટિએ પણ ખૂબ જ અગત્‍ય નું છે જેમાં સૌ પ્રથમ સમુદ્રી વેપાર માર્ગ ,ઈન્‍ડો પેસિફિક વ્‍યૂહરચના માં કી દેશ છે મલેશિયા,એએસઈએએન સુધી પહોંચવાનો દરવાજો પણ છે, એટલું જ નહી,ચીનના વધતા -ભાવ સામે પણ સંતુલન બનાવે છે મલેશિયા,મજબૂત સાંસ્‍કળતિક અને માનવ જોડાણ જેવા મુદ્દાઓ પણ જોડાયેલ છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આ અગાઉ પ્રથમ મુલાકાત  ૨૧ થી ૨૩ નવેમ્‍બર ૨૦૧૫ના રોજ કરી હતી, કુઆલાલમપુર ખાતે ત્‍યારે મલેશિયાના વડાપ્રધાન હતા મલેશિયા

*ઓ આનંદ દેશમાં PM કોણ હતા?

આ સમય દરમિયાન મલેશિયાના વડાપ્રધાન હતા નાજિબ તુન રઝાક આ મુલાકાતનો ઉદ્દેશ્‍ય અને તેની ફળશ્રુતિ જોઈએ તો મોદીએ મલેશિયામાં ૧૩ મો  એએસઈએએન- ઈન્‍ડિયા સમિટ અને ૧૦ મો ઇસ્‍ટ ઇન્‍ડિયા સમિટ માં ભાગ લીધો અને

વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન નાજિબ રઝાકે મળીને બંને દેશો વચ્‍ચેના સંબંધોને વધુ ઊંડા અને વ્‍યૂહાત્‍મક બનાવવાના વચન આપી ,ભારત-મલેશિયાના સ્‍ટેટેજિક ભાગીદારી ને વધુ મજબૂત બનાવ્‍યું જેનાથી અગ્રણી વ્‍યૂહાત્‍મક સહયોગ મળ્‍યો ,વડાપ્રધાન મોદી એ મલેશિયા કોર્પોરેટને  આમંત્રિત કર્યું કે ભારતમાં વિકાસ અને રોકાણ માટે મોટી તક છે ラ ખાસ કરીને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, મેક ઇન ઇન્‍ડિયા, અને સ્‍માર્ટ સિટીઓમાં તેમજ વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન નાજિબ રઝાકે ટોરાના દરવાજોનું સન્‍માનપૂર્વક ઉદ્ધાટન કર્યું જે ભારત અને મલેશિયા મિત્રતાનું પ્રતિક મનાય છે,આ સિંહમુખ દરવાજા  બંને દેશોના સંસ્‍કળતિક પરિવારોને જોવાનું એક સુંદર સ્‍મારક છે, તેમજ મોદીએ બાતૂ ગુફા મંદિર ખાતે લક્ષ્મણ દર્શન કર્યું, સ્‍વામી વિવેકાનંદ જી ની મૂર્તિ નું ઉદ્ધાટન કર્યું અને મલય-ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો.

મોદીની બીજી મલેશિયા મુલાકાત હતી ૩૧ મે ૨૦૧૮કુઆલાલમપુર, મલેશિયા આ ટૂંકી મુલાકાત હતી પરંતી પરંતુ રાજકીય રીતે ખૂબ મહત્‍વપૂર્ણ હતી,તે સમયે મલેશિયાના વડાપ્રધાન હતા  ડાટો' સરી મહાથિર મહમદ તેઓ મે ૨૦૧૮ માં જ ફરીથી સત્તામાં આવ્‍યા હતા.મુલાકાતનો મુખ્‍ય હેતુ હતો . નવી સરકારને અભિનંદન.

વડાપ્રધાન મોદીએ મહાથિર મહમદને વડાપ્રધાન બનવા બદલ વ્‍યક્‍તિગત રીતે અભિનંદન આપ્‍યા, ભારત-મલેશિયા સંબંધો માં સતતતા સાતત્‍ય દર્શાવવું,સરકાર બદલાઈ હોવા છતાં ભારત અને મલેશિયા ના સંબધો માં સતત સાતત્‍ય દર્શાવવું કે બંને દેશો વચ્‍ચે સંબધો મજબૂત જ રહેશ.ે

વિશ્વાસ અને સંવાદ જાળવવો વેપાર,રોકાણ,ભારતીય સમુદાય સંદર્ભે પ્રાથમિક ચર્ચા ઓ થઈ હતી અને હવે આવતીકાલ ની આ મુલાકાત વેળા એ ત્‍યાં ના વડાપ્રધાન છે ડાટો' સરી અનવર ઈબ્રાહિમ આ મુલાકાત પણ અગત્‍યની મનાય છે જેમાં પ્રથમ સ્‍ટેટજિક ભાગીદારી મજબૂત કરવી, વર્ષ ૨૦૨૪ માં બંને દેશો ના સંબંધો આ લેવલ સુધી અપગ્રેડ થયા હતા તેને ખરા અર્થમાં અમલમાં મુકવા.

આ ઉપરાંત વેપાર અને રોકાણમાં વધારો,દ્વિપક્ષીય વેપાર,ઉદ્યોગિક સહકાર ભારતીય કંપનીઓ માટે નવી તકો, સેમિકન્‍ડક્‍ટર અને હાઈ-ટેક સહકાર, ચિપ મેન્‍યુફેક્‍ચરિંગ ડિજિટલ ટેકનોલોજી એઆ અને નવીનતા ક્ષેત્રમાં ભાગીદારી રક્ષા અને સમુદ્રી સુરક્ષા, હિંદ મહાસાગર, મલાક્કા જળમાર્ગ,આતંકવાદ વિરોધી સહકાર અને એએસઈએએન સાથે ભારતની ભૂમિકા મજબૂત કરવી,મલેશિયા ASEAN માં મહત્‍વપૂર્ણ  દેશ હોવાથી ભારત-ASEAN સંબંધોને નવી ગતિ આપવી જેવા મહત્‍વ ના મુદ્દાઓ છે.

આ ઉપરાંત ભારતીય સમુદાય સાથે સંવાદ પણ કરશે મલેશિયામાં વસતા લાખો ભારતીયો સાથે સંપર્ક અને જોડાણ મજબૂત કરાશે.

વડા૫પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની આ મુલાકાતથી ભારત ઈન્‍ડો- પેસેફિક, એએસઈએએન અને ગ્‍લોબલ સાઉથમાં વધુ  પ્રભાવશાળી વૈશ્વિક શક્‍તિ તરીકે ઉભરશે અને ચીન કેન્‍દ્રિત રાજનીતિમાં સંતુલન લાવશેઅત્‍યાર સુધી આપણે જોતા આવ્‍યા છીએ કે મોદી નો વિદેશ કૂટ નીતિ માં કોઈ જવાબ નથી.

(1:41 PM IST)