News of Friday, 6th February 2026
ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનનારને મળશે રૂ.૨૫,૦૦૦ સુધીનું વળતર
વધતા જતા ડિજિટલ ફ્રોડ સામે રિઝર્વ બેંકનો મોટો નિર્ણય

મુંબઈ, તા.૬: ભારતીય રિઝર્વ બેંકએ આ વર્ષની પ્રથમ નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ સામાન્ય જનતા માટે એક એવો નિર્ણય લીધો છે જે સીધો તમારા ખિસ્સા સાથે જોડાયેલો છે. RBI એ રેપો રેટને ૫.૨૫% પર યથાવત રાખ્યો છે, જેનો અર્થ છે કે તમારી હોમ લોન કે કાર લોનના EMI માં હાલ કોઈ ઘટાડો નહીં થાય. જોકે, સૌથી મોટો ધડાકો ઓનલાઈન છેતરપિંડીના મુદ્દે થયો છે. ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે જો કોઈ ગ્રાહક છેતરપિંડીભર્યા વ્યવહારનો શિકાર બને છે, તો તેને રૂ.૨૫,૦૦૦ સુધીનું વળતર મળે તેવું માળખું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. આ પગલું બેંકોને તેમની સુરક્ષા વ્યવસ્થા વધુ લોખંડી બનાવવા માટે મજબૂર કરશે અને સામાન્ય માણસનો ડિજિટલ બેંકિંગ પર વિશ્વાસ વધારશે.
ડિજિટલ પેમેન્ટ્સને બુલેટપ્રૂફ બનાવવા માટે ય્ગ્ત્ હવે વરિષ્ઠ નાગરિકો અને ઓછું ટેકનિકલ જ્ઞાન ધરાવતા લોકો માટે ખાસ સુરક્ષા કવચ તૈયાર કરી રહી છે. આ માટે ટૂંક સમયમાં એક ચર્ચા પત્ર બહાર પાડવામાં આવશે, જેમાં ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરવા અને વધારાના વેરિફિકેશન લેયર ઉમેરવા જેવા સૂચનો પર કામ થશે. RBI ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે દેશનું બેંકિંગ અને NBFC ક્ષેત્ર હાલ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ ટેકનોલોજીના જમાનામાં ગ્રાહક સુરક્ષા એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ નવા નિયમો બેંકો માટે કડક શિસ્ત સમાન સાબિત થશે, કારણ કે હવે બેંકોએ માત્ર નફો જ નહીં પણ ગ્રાહકોના નાણાંની સુરક્ષાની જવાબદારી પણ સક્રિય રીતે નિભાવવી પડશે.
દેશના આર્થિક ભવિષ્ય અંગે વાત કરતા RBI એ GDP વળદ્ધિના અંદાજોમાં પણ સુધારો કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૭ માટેના સંપૂર્ણ અંદાજો નવી GDP શ્રેણીના અમલીકરણ બાદ એપ્રિલમાં જાહેર થશે, પરંતુ ટૂંકા ગાળાના અંદાજો ઉત્સાહજનક છે. પ્રથમ ક્વાર્ટરમાં GDP વળદ્ધિ ૬.૯% અને બીજા ક્વાર્ટરમાં ૭.૦% રહેવાની ધારણા છે. રેપો રેટમાં ડિસેમ્બર ૨૦૨૫ ના ઘટાડા પછી આ વખતે સ્થિરતા જાળવીને RBI એ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી છે. એકંદરે, આ પોલિસી ગ્રાહકો માટે સુરક્ષાનો સંદેશ લઈને આવી છે, જે ડિજિટલ યુગમાં અત્યંત અનિવાર્ય હતી.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
