<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ચીને વિશ્વનો સૌથી ઝડપી હ્યુમનોઇડ રોબોટ બનાવ્‍યો

તે ૧ સેકન્‍ડમાં ૧૦ મીટર દોડી શકે છે?

બીજીંગ : ચીની કંપની મિરરમી ટેકનોલોજીએ દાવો કર્યો છે કે તેનો રોબોટ, બોલ્‍ટ, વિશ્વનો સૌથી ઝડપી હ્યુમનોઇડ રોબોટ છે. લેબ ટેસ્‍ટમાં, તેણે ૧ સેકન્‍ડમાં ૧૦ મીટરની ગતિ હાંસલ કરી. આનો એક વિડિઓ પણ બહાર પાડવામાં આવ્‍યો છે. હ્યુમનોઇડ રોબોટ્‍સ સામાન્‍ય માણસની જેમ બે પગ પર ચાલી શકે છે. 

આ ૭૫ કિલોગ્રામનો રોબોટ ૫ ફૂટ ૭ ઇંચ ઊંચો છે. MirrorMe એ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર એક વિડીયો શેર કર્યો છે. તેમાં એક માનવી અને રોબોટ વચ્‍ચે દોડ જોવા મળી રહી છે. દોડતી વખતે માનવી ઠોકર ખાઈને પડી ગયો, જ્‍યારે બોલ્‍ટે એટલી ગતિ દર્શાવી કે તેણે ૧ સેકન્‍ડમાં ૧૦ મીટરનું અંતર કાપ્‍યું. બોલ્‍ટની આ ક્ષમતા તેને અન્‍ય રોબોટ્‍સથી અલગ પાડે છે.

(3:51 PM IST)