<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

હેસ્‍ટર બાયોસાયન્‍સિસ લિમિટેડે ૧૪૦% વળદ્ધિ સાથે રૂ. ૧૦.૬૭ કરોડ સ્‍ટેન્‍ડઅલોન પ્રોફિટ નોંધાવ્‍યો

 

મુંબઈ, તા.૬: ભારતની અગ્રણી એનિમલ હેલ્‍થ કંપનીઓ પૈકીની વેક્‍સિન્‍સ તથા હેલ્‍થ પ્રોડક્‍ટ્‍સ મેન્‍યુફેક્‍ચર કરતી હેસ્‍ટર બાયોસાયન્‍સિસ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૬નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ.૧૦.૬૭ કરોડ સ્‍ટેન્‍ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્‍યો, જે નાણાકીય વર્ષ ૨૦૨૫નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૪.૪૪ કરોડની તુલનામાં ૧૪૦%ની વળદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૬નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી આવક સ્‍ટેન્‍ડઅલોન બિસિસ પર રૂ. ૭૦.૩૫ કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૬૨.૮૬ કરોડની તુલનામાં ૧૨%નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૬નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. ૧૭.૭૫ કરોડ (એબિટા માર્જીન ૨૫%) નોંધાયો, જે નાણાકીય વર્ષ ૨૦૨૫નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૧૦.૩૨ કરોડ (એબિટા માર્જીન ૧૬%)ની તુલનામાં વાર્ષિક ૭૨%નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૬નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે EPS પ્રતિ શેર રૂ. ૧૨.૫૪ રહ્યો છે

(4:47 PM IST)