News of Friday, 6th February 2026
એશિયન ગ્રેનિટો ઇન્ડિયાએ રૂ.૪૩.૮૩ કરોડનો મજબૂત નેટ પ્રોફિટ નોંધાવ્યો

મુંબઈ, તા.૬: ભારતની અગ્રણી લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડે ડિસેમ્બર ૨૦૨૫નાં અંતે પૂરા થતા નવ મહિનાનાં ગાળા માટે રૂ.૧,૨૧૯.૧૦ કરોડ કન્સોલિડેટેડ નેટ સેલ્સ નોંધાવ્યો છે, જે ગત વર્ષે સમાન ગાળામાં રૂ.૧,૧૦૨.૨૪ કરોડની સરખામણીમાં ૧૦.૬૦%નો વધારો દર્શાવે છે. માંગને કારણે સેલ્સમાં વધારો તથા ઓપરેશનલ ક્ષમતાને કારણે પર્ફોર્મન્સ મજબૂત રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, ગત વર્ષે રૂ.૪.૯૭ કરોડની ખોટની તુલનામાં કંપનીએ રૂ.૪૩.૮૩ કરોડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જ્યારે એબિટા વાર્ષિક ૧૩૪.૪૩%ની વળદ્ધિ સાથે રૂ.૧૦૨.૩૪ કરોડ રહ્યો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬નાં ડિસેમ્બર ક્વાર્ટર એટલે કે ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ કન્સોલિડેટેડ નેટ સેલ્સ રૂ. ૪૨૩.૯૩ કરોડ નોંધાવ્યો છે, જે ગત વર્ષે સમાન ગાળા માટે રૂ.૩૬૬.૦૯ કરોડની સરખામણી ૧૫.૮૦%નો વધારો દર્શાવે છે. આ ગાળા માટે નેટ પ્રોફિટ રૂ. ૨૦.૦૭ કરોડ રહ્યું છે, જ્યારે ગત વર્ષે સમાન ગાળામાં રૂ.૪.૫૩ કરોડની ખોટ નોંધાઇ હતી. એબિટા માર્જીન ૬૦૩ ણુષ્ટતથી વધીને ૯.૬૨% નોંધાયું છે, જ્યારે એબિટા ઓપરેશનલ ક્ષમતાને કારણે ૨૧૦.૨૧% વધીને રૂ. ૪૦.૮૦ કરોડ રહ્યું છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
