<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

લતા મંગેશકરને ૩૩ વર્ષની વયે ‘ધીમું ઝેર' અપાયું હતું: ત્રણ મહિના સુધી પથારીવશ રહ્યા હતા ‘સુર સામ્રાજ્ઞી'

નવી દિલ્‍હીઃ ભારત રત્‍ન લતા મંગેશકરના નિધન બાદ તેમની જિદગીના અનેક વણસ્‍પર્શ્‍યા પાસાઓ સામે આવી રહ્યા છે. વર્ષ ૧૯૬૨માં જ્‍યારે લતાજી તેમની કારકિર્દીના શિખર પર હતા, ત્‍યારે તેમને ધીમું ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. આ ચોંકાવનારો ખુલાસો ખુદ લતાજીએ લેખિકા નસરીન મુન્ની કબીરના પુસ્‍તક 'લતા મંગેશકર ઈન હર ઓન વોઈસ' માં કર્યો હતો.

ઘટના મુજબ, લતાજીને અચાનક પેટમાં સખત દુખાવો અને ઉલટીઓ થવા લાગી હતી. ઉલટીનો રંગ લીલો હોવાથી ડોક્‍ટરોએ તપાસ કરી અને એક્‍સ-રે રિપોર્ટમાં જાણવા મળ્‍યું કે તેમને લાંબા સમયથી ધીમું ઝેર આપવામાં આવી રહ્યું હતું. આ સમાચાર સાંભળતા જ તેમની બહેન ઉષા મંગેશકરે રસોડાની જવાબદારી સંભાળી લીધી હતી. શંકાસ્‍પદ રસોઈયો તે જ દિવસે પગાર લીધા વગર ભાગી ગયો હતો, જેના પરથી સ્‍પષ્ટ થયું કે તે કોઈના ઈશારે આ કૃત્‍ય કરી રહ્યો હતો.

આ જીવલેણ હુમલાને કારણે લતાજી ત્રણ મહિના સુધી પથારીવશ રહ્યા હતા. તે સમયે ગીતકાર મજરૂહ સુલતાનપુરી દરરોજ તેમની મુલાકાત લેતા અને તેમની સુરક્ષા માટે પહેલા પોતે રસોઈ ચાખતા હતા. સ્‍વાસ્‍થ્‍ય સુધર્યા પછી, લતાજીએ હેમંત કુમારના સંગીત નિર્દેશનમાં ફિલ્‍મ 'બીસ સાલ બાદ' માટે ‘કહીં દીપ જલે કહીં દિલ' ગીત ગાયું હતું, જેના માટે તેમને બીજો ફિલ્‍મફેર એવોર્ડ મળ્‍યો હતો.

(4:38 PM IST)