<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ચેન્નાઈમાં બર્ડ ફ્લૂનો કહેર: એચફાઈવએનવન વાયરસથી સેંકડો કાગડાઓના મોત: સરકાર દ્વારા એડવાઈઝરી જાહેર

તમિલનાડુ સરકારે તાત્કાલિક અસરથી એડવાઈઝરી જાહેર કરીને લોકોને મૃત પક્ષીઓને ન અડવા સૂચના આપી

ચેન્નાઈ: તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં એચફાઈવએનવન એટલે કે બર્ડ ફ્લૂનો ખતરો મંડરાઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સેંકડો કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા છે, જેના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. તમિલનાડુ સરકારે તાત્કાલિક અસરથી એડવાઈઝરી જાહેર કરીને લોકોને મૃત પક્ષીઓને ન અડવા સૂચના આપી છે.
કેન્દ્રીય પશુપાલન મંત્રાલયે પણ રાજ્ય સરકારને પત્ર લખીને દેખરેખ વધારવા જણાવ્યું છે. જોકે આ વાયરસ પક્ષીઓ માટે જીવલેણ છે, પરંતુ મનુષ્યોમાં તેના સંક્રમણની શક્યતા ઓછી છે, તેમ છતાં સાવચેતીના ભાગરૂપે ચિકન અને ઈંડાના વેચાણ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

(6:53 PM IST)