<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ટાટા સ્ટીલનો ધમાકો: નફામાં અધધ 825% નો ઉછાળો, ₹295 કરોડથી વધીને સીધો ₹2,730 કરોડ પર પહોંચ્યો

ડિસેમ્બર ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન; EBITDA અને માર્જિનમાં સુધારાથી રોકાણકારો માલામાલ, માર્કલેટ એક્સપર્ટ્સના અનુમાનો ખોટા પડ્યા

મુંબઈ:ટાટા ગ્રુપની સ્ટીલ દિગ્ગજ કંપની 'ટાટા સ્ટીલ' એ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (Q3) ના પરિણામો જાહેર કર્યા છે, જે જોઈને બજારના દિગ્ગજ વિશ્લેષકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કંપનીના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે અકલ્પનીય વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં જે નફો માત્ર ₹295 કરોડ હતો, તે આ વર્ષે ઉછળીને ₹2,730 કરોડ પર પહોંચી ગયો છે.
 બજારને અપેક્ષા હતી કે ટાટા સ્ટીલનો નફો ₹2,389 કરોડની આસપાસ રહેશે. જોકે, કંપનીએ ₹2,730 કરોડનો નફો કરીને આ આંકડાને પણ વટાવી દીધો છે. કંપનીના આ મજબૂત પ્રદર્શન પાછળ ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો અને માર્કેટમાં માંગ-પુરવઠાનું સંતુલન મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે.
 માત્ર નફો જ નહીં, પણ કંપનીના EBITDA (વ્યાજ, ટેક્સ અને ઘસારા પહેલાની કમાણી) અને પ્રોફિટ માર્જિનમાં પણ જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે. સ્ટીલની વૈશ્વિક કિંમતોમાં સ્થિરતા અને ઘરેલું બજારમાં વધતી જતી માળખાગત સુવિધાઓની માંગનો સીધો ફાયદો ટાટા સ્ટીલને મળ્યો છે. કંપનીની કાર્યક્ષમતા વધતા તેની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બની છે. ટાટા સ્ટીલના આ તેજીમય પરિણામોની અસર સોમવારે શેરબજાર પર પણ જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે, આ પરિણામો સમગ્ર મેટલ સેક્ટર માટે પોઝિટિવ સંકેત છે.

(9:04 PM IST)