હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રેમની અભિવ્યક્તિ દર્શાવતા વેલેન્ટાઇન સપ્તાહનો પ્રારંભઃ આજે રોઝ ડે
બજારમાં ખરીદીનો ધમધમાટ, સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન રોઝ,બુકે,ચોકલેટ એસોર્ટ બોક્સ,આઇ લવ યુ બાર, કપલ બાર, ફ્રેન્ડશીપ બેલ્ટ, એન્ટિક વેડિંગ જવેલરી,સૌથી વધુ બેંટો કેકની માંગઃ તારી સાથે ગાળેલી દરેક ક્ષણ તહેવાર છે, બાકી કેલેન્ડરમાં ફેબ્રુઆરી તો માત્ર ઉધાર છે : વેલેન્ટાઈન વીકના પ્રથમ દિવસે શનિવારે રોઝ ડે , રવિવારે પ્રપોઝ ડે, સોમવારે ચોકલેટ ડે, મંગળવારે ટેડી ડે, બુધવારે પ્રોમિસ ડે, ગુરુવારે હગ ડે, શુક્રવારે કિસ ડે અને અંતિમ દિવસે શનિવારે વેલેન્ટાઈન ડે મનાવવામાં આવશે

નવી દિલ્હી તા.૭: પ્રેમની અભિવ્યક્તિના અવસર ગણાતા વેલેન્ટાઇન સપ્તાહનો આજથી પ્રારંભ થયો છે . યુવાઓ અને નવયુગલો દ્વારા સરપ્રાઈઝ ઉજવણીની તૈયારી શરૂ કરી છે. સપ્તાહ દરમિયાન ગુલાબ, ગિફટ આર્ટીકલ, કાપડ એન્ટિક જ્વેલરી સહિતની ચીજોની ખરીદીનો ધમધમાટ રહેશે અનેક સ્થળોએ સરપ્રાઈઝ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. રોઝ ડે નિમિત્તે રોઝ બુકે અને ચોકલેટની અવનવી વેરાયટીઓની ખરીદી કરવામાં આવી રહી છે.
આગામી ૧૪ ફેબ્આરીના વેલેન્ટાઈન ડે ઉજવાશે. ફેબ્આરી માસના બીજા સપ્તાહને વેલેન્ટાઇન વીક તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસોની પ્રેમી પંખીડા આતુરતાથી રાહ જોતા હોય છે. દરેક દિવસનું અલગ અલગ મહત્વ રહેલું છે. જેથી કોલેજીયન યુવાઓ નવયુગલો તથા મિત્ર વર્તુળ દ્વારા સપ્તાહ દરમિયાન દરરોજ અલગ અલગ દિવસની ઉજવણી દ્વારા પ્રેમનો એકરાર કરાશે.આજ વેલેન્ટાઈન વીકનો પ્રથમ દિવસ રોઝ ડે નિમિત્તે ફૂલોના વેપારીના જણાવ્યા મુજબ વેલેન્ટાઈન વીક અંતર્ગત ગુલાબના ફૂલ મુખ્યત્વે બેંગ્લોરથી અને તાલુકા વિસ્તારોમાંથી આવે છે.વેલેન્ટાઇન વીક અંતર્ગત ગુલાબની કિમતમાં ૧૦ ટકાનો વધારો થયો છે. જોકે યુવા હૈયાઓને પ્રેમની અભિવ્યક્તિ આડે ભાવ વધારો આવતો નથી.હાલ લગ્ન ગાળો હોય જેથી પ્રસંગમાં આવનાર મહેમાનોને પણ ગુલાબનું ફૂલ આપી તથા સ્ટેજ પર ગુલાબની પાંખડીઓ ઉડાડી ઉજવણી થશે. પ્રેમની અભિવ્યક્તિ દર્શાવવા ચોકલેટની વધુ માંગ છે.રોઝ ડે નિમિત્તે રોઝ ફલેવર ચોકલેટ,કેક અને રોઝ લગાવેલ ડિઝાઇનિગ બુકેની અવનવી થીમની માંગ છે. બ્યુટી પાર્લર ચલાવતી મહિલાના જણાવ્યા મુજબ મહિલાઓમાં ગુલાબ લગાવેલ નેકલેસની માંગ છે. સોશિયલ મીડિયાના ટ્રેન્ડમાં મેસેજ અને રીલના બદલે વેલેન્ટાઈન વીકની ઉજવણી સરપ્રાઈઝ પાર્ટી દ્વારા કરવામાં આવશે.
વેલેન્ટાઈન વીકના પ્રથમ દિવસે શનિવારે રોઝ ડે પ્રપોઝ ડે, રવિવારે પ્રપોઝ , સોમવારે ચોકલેટ, મંગળવારે ટેડી ડે, બુધવારે પ્રોમિસ ડે, ગુરુવારે હગ ડે, શુક્રવારે કિસ ડે, અને અંતિમ દિવસે શનિવારે વેલેન્ટાઈન ડે મનાવવામાં આવશે. કપલ, હાર્ટ, કિસિગ થીમ, ડાર્ક, લોલીપોપ બુકે, ટેડી ચોકલેટ, લવ બાર પ્રિઝમ અને ચોકલેટ ઉપરાંત હાલ સૌથી વધુ બેન્ટો કેક ચોકલેટની માંગ અને કેકમાં અલગ અલગ વેરાયટી તૈયાર કરવામાં આવી છે. દંપતી અને નવયુગલો ચોકલેટ એસોર્ટ બોક્સ, આઇ લવ યુ બાર, કપલ બાર, ફ્રેન્ડશીપ બેલ્ટ, રોઝ બુકે, એન્ટિક વેડિગ જવેલરી, ડ્રેસ મટીરીયલ, મોબાઈલ અને ઇલેક્ટ્રીક આઈટમ, સહિતની ચીજોની ખરીદી થશે. વેલેન્ટાઇન વીકનો પ્રારંભ થતાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટમા પણ યુવાઓને આકર્ષવા નવા સુશોભન અને શણગાર જોવા મળશે.
ડાયમંડ અને સિલ્ક સિટી ભલે ગમે એટલું સ્માર્ટ બનીને શત-દિવસ હાંકતું દોડનું રહે પરંતુ સુરતનું ઉત્સવ ઉજવવાનું ઝનુન ક્યારેય પાછું નથી પડવાનું. આ દિવસોમાં કાલા બદલાતી જોવા મળે છે. કાળે ૭ ફેબ્રુઆરીથી શરૂ થતાં વેલેન્ટાઈન વીક માટે સુરતી યુવાનો, કપલ્સ અને શિફટ માર્કેટમાં ભારે ઉમળકો દેખાઈ રહ્યો છે. આ વીકની પૂર્વસંધ્યાએ જ ફૂલ બજારથી માંડીને કેફે, મોલ્સ અને ઓનલણીન ગિફટ સ્ટોર્સ સુધી દરેક જગ્યાએ પ્રેમના રંગો છવાઈ રહ્યા છે.
ગયા સપ્તાહથી જ સુરતના ફળ બજારમાં રોઝ ઉપરાંત યુબિપ અને ઓર્કિટ જેવા આયાની ફૂલોની માંગમાં વધારો થયો છે. આ વખતે પ્રીમિયમ બૂકે અને પર્સનલાઈઝ ગિફટ હેમ્પર્સની પણ જબરદસ્ત ડિમાન્ડ જોવા મળી રહી છે. શહેરના કેશે અને રેસ્ટોરન્ટ્સ પણ વેલેન્ટાઈન વીક માટે સજી ચૂક્યા છે.
અનેક કેફેમાં સ્પેશિયલ થીમ ડેકોરેશન અને કપલ્સ ઓફર્સના બોર્ડ ભપકાદાર બાઈટિગ સાથે પ્રેમી જોડાઓને શુભાવી રહ્યા છે. વેસુના અનેક કેકેમાં ખાસ ડિનર પેકેજ નો ઠીક સાયોસાથે લાઈવ મ્યુઝિક અને કપલ્સ ગેમ્સ સાથે લગ ફેસ્ટ જેવું પણ પ્લાનિગ એરેન્જ થયું છે. ઝડપથી વિકસતા સુરતમાં યુવાનો વચ્ચે લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરવાનું કલ્ચર વધી રહ્યું છે. સુરત શહેર પોલીસ અને પાલિકાએ ઉજવણી સમયે યુવાનોને જાહેર સ્થળોનું શિસ્ત જાળવવા સાથે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે જેથી ઉત્સવનો આનંદ સૌ માટે ફક્ત સુખદ જ બની રહે. સુરત શહેર હરી એકવાર ફૂલ અને લાગણીઓથી સજજ થાઈને પ્રેમના આ સપ્તાહનું સ્વાગત કરવા તૈયાર છે.(૩૮.૧૫)
વેલેન્ટાઈન વિકમાં ડિજિટલ ગ્રીટિંગ અને AI કાર્ડ્સનો વધતો ટ્રેન્ડ
વેલેન્ટાઈન વીક શરુ થતાં જ પ્રેમ વ્યક્ત કરવાની રીતોમાં સ્પષ્ટ બદલાવ જોવા મળી રહ્યો છે. હવે લોકો કાગળના પરંપરાગત કાર્ડ્સ કરતાં ડિજિટલ ગ્રીટિગ અને AI આધારિત કાર્ડ્સ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. ખાસ કરીને યુવાઓમાં આ નવી રીતને લઈને ખાસ ઉત્સાહ જોવા મળે છે. મોબાઇલ એપ્લિકેશન અને AI ટૂલ્સની મદદથી લોકો પોતાના નામ, ફોટો અને મનની લાગણી જોડીને સુંદર અને વ્યક્તિગત કાર્ડ્સ બનાવી રહ્યા છે. આ કાર્ડ્સ વ્હોટસઅપ, ઇન્ટાગ્રામ અને ઇ-મેઇલ મારફતે એક પળમાં પોતાના પ્રિયજન સુધી પહોંચી જાય છે. દૂર રહેતા કપલ્સ માટે આ ટેકનોલોજી પ્રેમને નજીક લાવવાનું કામ કરી રહી છે. ડિજિટલ અને AI કાર્ડ્સ માત્ર સમય અને ખર્ચ બચાવે છે એટલું જ નહીં, પરંતુ પર્યાવરણને અનુકૂળ વિકલ્પ તરીકે પણ લોકો તેને સ્વીકારી રહ્યા છે. ટેકનોલોજી સાથે જોડાયેલો પ્રેમનો આ નવો અંદાજ વેલેન્ટાઈન વીકમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.
સેલ્ફ લવ ટ્રેન્ડ : સિંગલ્સ પણ ઉજવે છે રોઝ-ડે
વેલેન્ટાઈનની શરૂઆત આજે ૭ તારીખે રોઝ-ડેથી શરૂ થશે. દુનિયા ગમે તેટલી આર્ટિફિશિયલી ઈન્ટેલિજન્ટ બને પરંતુ તાજા ઝાકળ ભીના લાલચટાક ખુશ્બુદાર ગુલાબનો કોઈ વિકલ્પ ન જ હોઈ શકે. ગુલાબના ફૂલોનું બજાર વેલેન્ટાઈનની પૂર્વ સંધ્યાથી જ છવાઈ ગયું છે અને તેની તાજગી ફક્ત યુવા પેઢીને જ નહીં સૌ કોઈને એક અલગ અનુભૂતિ આપી રહી છે. રોઝ ડે હવે માત્ર યુગલોનો દિવસ નહીં. સિગલ યુવક-યુવતીઓની ઉજવણીનો પણ ટ્રેન્ડ બન્યો છે. રોઝ ડે પર Self Love, Single but Happy અને Me Time જેવી પોસ્ટ્સ મુકીને રોઝ-ડે ઉજવી રહ્યા છે. સિગલ્સ યુવક અને યુવતીઓ પોતાને જ ગુલાબ આપી સોશિયલ મીડિયા પર ફોટા અને સ્ટેટસ મુકતા થયા છે. વરાછાના ગિફટ શોપના પંકજ પટેલે જણાવ્યું કે, રોઝ-ડે પર ગ્રાહકો ગુલાબ અને પર્સનલ ગિફટ ખરીદી કરવા લાગ્યા છે. આશરે ૨૦-૨૫ ટકા લોકો આવી રીતે ખરીદી કરીને સેલ્ફ લવ તરફ વધ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
