<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

કરાચીના જાહેર રસ્તા પર ડિજિટલ સ્ક્રીન પર અશ્લીલ પોર્ન વીડિયો પ્રસારિત થતા ભારે હોબાળો: પાકિસ્તાન શર્મસાર: પોશ ગણાતા ડિફેન્સ વિસ્તારની ઘટના: પોલીસે કંપનીના કર્મચારીની ધરપકડ કરી, શહેરની તમામ મુખ્ય સ્ક્રીનો સાવચેતીના ભાગરૂપે બંધ કરાવાઈ

કરાચી: પાકિસ્તાનના સૌથી મોટા અને આર્થિક પાટનગર ગણાતા કરાચી શહેરમાં એક અત્યંત શરમજનક અને આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના અત્યંત ભદ્ર અને સુરક્ષિત ગણાતા ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી (ડી.એચ.એ.) વિસ્તારમાં જાહેર રસ્તા પર લાગેલી એક વિશાળ ડિજિટલ જાહેરાત સ્ક્રીન પર અચાનક અશ્લીલ (પોર્નોગ્રાફિક) વીડિયો ચાલવા લાગતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પાકિસ્તાનમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર તેના વીડિયો વાયરલ થતા શાસન વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.

આ ઘટના બુધવારે સાંજે કરાચીના વ્યસ્ત ગણાતા ખયાબાન-એ-ઇત્તેહાદ વિસ્તારમાં આયેશા મસ્જિદ પાસે બની હતી. અબ્દુલ સત્તાર એવન્યુ પર લાગેલી આ ડિજિટલ સ્ક્રીન એક ખાનગી કંપની દ્વારા સંચાલિત છે. સાંજના સમયે જ્યારે રસ્તા પર વાહનોની અવરજવર વધુ હતી, ત્યારે અચાનક સ્ક્રીન પર અશ્લીલ વીડિયો શરૂ થઈ ગયો હતો. રસ્તેથી પસાર થતા પરિવારો અને બાળકો આ દ્રશ્યો જોઈને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. કેટલાક લોકોએ પોતાની આંખો બંધ કરી દીધી હતી તો કેટલાકે આ ઘટનાના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.

ઘટનાની જાણ થતા જ કરાચી સાઉથના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડી.આઈ.જી.) સૈયદ અસદ રઝા અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. શરૂઆતમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ કોઈ બાહ્ય સાયબર હુમલો અથવા વાઈ-ફાઈ દ્વારા કરવામાં આવેલું હેકિંગ હોઈ શકે છે. 

જોકે, ઊંડી તપાસ બાદ જાણવા મળ્યું કે આ કોઈ હેકિંગ નહોતું પણ અંદરના જ કોઈ વ્યક્તિનું કામ હતું. પોલીસે આ મામલે કંપનીના એક કર્મચારીની ધરપકડ કરી છે. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે પોતાના મોબાઈલ ફોન દ્વારા સ્ક્રીન પર વીડિયો અપલોડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ભૂલથી ફોનમાં રહેલો અશ્લીલ વીડિયો સ્ક્રીન પર પ્રસારિત થઈ ગયો હતો. 

સાવચેતીના ભાગરૂપે ડિજિટલ સ્ક્રીનો બંધ

આ ઘટના બાદ કરાચી વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કરાચીના મુખ્ય રસ્તાઓ જેવા કે શહરાહ-એ-ફૈઝલ અને કારસાઝ રોડ પર લાગેલી તમામ મોટી ડિજિટલ સ્ક્રીનોને હાલ પૂરતી બંધ કરી દેવાનો આદેશ અપાયો છે. 

(11:07 AM IST)