<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

દેશના એક મોટા મીડીયા હાઉસમાં મોટા ફેરફારના સંકેત : અગ્રણી અખબાર જૂથના માલિકી હક્ક બદલાઈ રહ્યાની ભારે ચર્ચા

 

નવી દિલ્‍હી : ભારતીય મીડીયા જગતમાં અત્‍યારે એક અત્‍યંત ચોંકાવનારા સમાચાર વહેતા થયા છે. વરિષ્‍ઠ પત્રકાર કિંગશુક નાગની એક સોશ્‍યલ મીડિયા પોસ્‍ટ બાદ એવી અટકળો તેજ બની છે કે દેશનું સૌથી મોટું અને પ્રતિષ્‍ઠિત અંગ્રેજી અખબાર ટૂંક સમયમાં નવા હાથોમાં જઈ શકે છે. મળતી વિગતો અનુસાર એઆઈના યુગમાં અખબાર ચલાવવુ હવે પહેલા જેટલુ નફાકારક રહ્યુ નથી, જયારે જાણકાર સૂત્રોનું માનીએ તો આ મોટા ગ્રુપના મુખ્‍ય સંચાલક હવે આ બ્રાન્‍ડને જાળવી રાખવા ઉત્‍સુક નથી : મીડીયા જગતમાં ચાલી રહેલ ચર્ચા મુજબ, આ પ્રતિષ્‍ઠિત બ્રાન્‍ડને ખરીદવા માટે દેશના બે સૌથી મોટા ઉદ્યોગપતિઓ રસ દાખવ્‍યો હતો અને ચર્ચા પણ થઈ હતી પરંતુ ટર્મ્‍સ - કંડીશનો અનુકળ નહિં આવતા વાત આગળ વધી શકી નથી તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. જો આ સોદો પાર પડે છે, તો ભારતીય મીડીયાના ઈતિહાસમાં આ અત્‍યાર સુધીનો સૌથી મોટો ફેરફાર સાબિત થઈ શકે છે. જો કે કોઈ જ મીડીયા ગ્રુપ તરફથી ઔપચારીક કે અનૌપચારીક કોઈ જ પ્રતિક્રિયા હજી સુધી જાહેર થઈ નથી. દરમિયાન આ બાબતે સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.(

(12:09 PM IST)