હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુવા ભારતનો વિશ્વ વિજય : ઇંગ્લેન્ડને કચડીને ટીમ ઇન્ડિયા છઠ્ઠીવાર અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન બનતા BCCI એ 7.5 કરોડના ઇનામની કરી જાહેરાત
ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીની 175 રનની આક્રમક ઇનિંગ અને આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું : સમગ્ર ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી ભારતે રચ્યો ઇતિહાસ

હરારે, તા. 7 ફેબ્રુઆરી : ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી હાઈ-વોલ્ટેજ ફાઇનલમાં ભારતીય અંડર-19 ટીમે ઇંગ્લેન્ડને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપના ખિતાબ પર કબજો જમાવ્યો છે. 6 ફેબ્રુઆરીના રોજ રમાયેલી આ નિર્ણાયક મેચમાં ભારતે તમામ ક્ષેત્રોમાં પ્રભુત્વ જમાવીને ઇંગ્લેન્ડને 100 રનથી પરાજય આપ્યો હતો. ટીમની આ ભવ્ય સફળતા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ચેમ્પિયન ખેલાડીઓ અને સ્ટાફ માટે ₹7.5 કરોડના જંગી રોકડ ઇનામની જાહેરાત કરવામાં આવી છે.
વૈભવ સૂર્યવંશીની તોફાની સદી:
ફાઇનલ મેચમાં ભારતની જીતના હીરો વૈભવ સૂર્યવંશી રહ્યા હતા. તેમણે ઇંગ્લેન્ડના બોલરોની લાઇન-લેન્થ બગાડતા માત્ર 175 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. સૂર્યવંશીએ માત્ર 55 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જે અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી તરીકે નોંધાઈ છે. આ ઇનિંગ દરમિયાન તેમણે પહેલા 32 બોલમાં અડધી સદી અને ત્યારબાદ માત્ર 23 બોલમાં આગામી 50 રન ફટકારીને સ્કોરબોર્ડને ગતિ આપી હતી. કેપ્ટન આયુષ મ્હાત્રેના નેતૃત્વમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 411 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.
બોલરોનો દબદબો અને ઇંગ્લેન્ડનો ધબડકો:
412 રનના હિમાલય જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. ઇંગ્લેન્ડ તરફથી કાલેબ ફોકનરે સદી ફટકારીને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બીજા છેડેથી અન્ય કોઈ બેટ્સમેન ભારતીય બોલરો સામે ટકી શક્યા નહોતા. ભારતીય બોલરોએ સમયાંતરે વિકેટો ઝડપીને ઇંગ્લેન્ડને મેચમાં વાપસી કરવાની કોઈ તક આપી નહોતી. અંતે ઇંગ્લેન્ડની ટીમ 311 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 100 રને વિજય મેળવીને ટ્રોફી પોતાના નામે કરી હતી.
BCCI દ્વારા સન્માન:
ટીમ ઇન્ડિયાના આ વિજય બાદ BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ ટીમના પ્રદર્શનને બિરદાવતા કહ્યું કે, "સમગ્ર દેશ અને બોર્ડને આ યુવા ટીમ પર ગર્વ છે. ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વગર ચેમ્પિયન બનવું એ મોટી સિદ્ધિ છે." જીતના માનમાં બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ₹7.5 કરોડનું ઇનામ ખેલાડીઓના મનોબળમાં વધારો કરશે. આ જીત સાથે ભારતે અંડર-19 ક્રિકેટમાં પોતાનું નિર્વિવાદ વર્ચસ્વ ફરી એકવાર સાબિત કર્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
