હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાની સેનાના 'ગઝવા-એ-હિંદ'ના નાપાક મનસૂબાનો પર્દાફાશ: ભારતીય વાયુસેનાના 'ઓપરેશન સિંદૂર'થી આતંકનો ગઢ ધ્રૂજ્યો
જૈશના ટોચના કમાન્ડર ઇલ્યાસ કાશ્મીરીની સ્ફોટક કબૂલાત: પાક. સેના પ્રમુખ આસીમ મુનીરે ભારત વિરુદ્ધ આતંકવાદીઓને ઉશ્કેર્યા: પરંતુ બહાવલપુરમાં ભારતીય હુમલાએ મસૂદ અઝહરના પરિવાર અને તાલીમ કેન્દ્રોનો સફાયો કર્યો

રાવલકોટ : પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો ચહેરો ફરી એકવાર દુનિયા સામે બેનકાબ થયો છે. PoKના રાવલકોટમાં આયોજિત જૈશ-એ-મોહમ્મદની એક રેલીમાં આતંકી કમાન્ડર ઇલ્યાસ કાશ્મીરીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે પાકિસ્તાની સેનાના પ્રમુખ આસીમ મુનીરે ભારત વિરુદ્ધના યુદ્ધને 'ગઝવા-એ-હિંદ' (ભારત વિરુદ્ધ ધર્મયુદ્ધ)નું નામ આપી આતંકીઓને ઉશ્કેર્યા હતા. પાકિસ્તાને પોતાની સુરક્ષા માટે 'બુન્યાન અલ-મારસૂસ' જેવી મજબૂત દીવાલના દાવા કર્યા હતા, પરંતુ ભારતના 'ઓપરેશન સિંદૂર' એ આ ભ્રમણાને ક્ષણભરમાં તોડી પાડી હતી. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ઊંડાણવાળા વિસ્તારોમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓ પર એવો પ્રહાર કર્યો કે આખું પાકિસ્તાની સૈન્ય તંત્ર સ્તબ્ધ થઈ ગયું હતું.
ઇલ્યાસ કાશ્મીરીની કબૂલાત મુજબ, જ્યારે સરહદ પર તણાવ વધ્યો અને ટેન્કો સામસામે આવી, ત્યારે પાક. કમાન્ડરોએ આતંકીઓને આ મિશનમાં જોડાવા આહવાન કર્યું હતું. જોકે, ભારતના વળતા પ્રહારમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ ગણાતા બહાવલપુરમાં ભારે તબાહી મચી હતી. આ હુમલામાં આતંકી આકા મૌલાના મસૂદ અઝહરના પરિવારના સભ્યોના પણ મોત થયા હોવાની કબૂલાત ખુદ કાશ્મીરીએ કરી છે. આ હુમલાએ સાબિત કરી દીધું છે કે ભારત હવે માત્ર સરહદ પર બચાવ નથી કરતું, પરંતુ દુશ્મનના ઘરમાં ઘૂસીને આતંકની ફેક્ટરીઓનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઓપરેશનમાં જૈશના અનેક તાલીમ અને ભરતી કેન્દ્રો રાખમાં ફેરવાઈ ગયા છે.
રેલીમાં ઉશ્કેરણીજનક ભાષણ આપતા કાશ્મીરીએ સ્પષ્ટ કર્યું કે સરકારનો સાથ હોય કે ન હોય, તેમનો એકમાત્ર એજન્ડા જેહાદ અને કાશ્મીર છે. પાકિસ્તાન 'બુન્યાન અલ-મારસૂસ'ના નામે વિશ્વ સમક્ષ પોતાની નકલી તાકાત બતાવવા માંગતું હતું, પરંતુ ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા રચેલી વ્યૂહરચના સામે પાકિસ્તાનની આ 'કાચની દીવાલ' સાવ નબળી સાબિત થઈ હતી. આ ઘટસ્ફોટથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાન સેના અને આતંકી સંગઠનો વચ્ચેના સંબંધો અત્યંત ગાઢ છે અને તેઓ ભારતની અખંડિતતાને તોડવા માટે ધર્મના નામે આતંક ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
