News of Saturday, 7th February 2026
પ્રયાગરાજમાં હેવાનિયતની પરાકાષ્ઠા: આઈફોનની લાલચ આપી ૧૫ વર્ષની હિન્દુ કિશોરીના અંડાણુ કાઢી લેવાયા
ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ પોશાક પહેરાવ્યો, નકલી આધાર કાર્ડ બનાવી IVF સેન્ટરમાં ગેરકાયદે પ્રક્રિયા કરી; ૫ આરોપીઓની ધરપકડ

પ્રયાગરાજ (યુપી) :ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ફાફામઉ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં ૧૫ વર્ષની એક સગીર હિન્દુ કિશોરીને 'માઈન્ડ વોશ' કરીને અને મોંઘા આઈફોનની લાલચ આપીને તેને એક આંતરરાષ્ટ્રીય સ્તરના કૌભાંડનો ભોગ બનાવવામાં આવી હતી. આ કિશોરીને લલચાવી-ફોસલાવીને તેનું ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસો થયા અને તેને મુસ્લિમ પોશાક પહેરવા માટે મજબૂર કરવામાં આવી હતી.
આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે જાણવા મળ્યું કે આરોપીઓએ કિશોરીનું નકલી આધાર કાર્ડ બનાવી તેમાં તેની ઉંમર વધારી દીધી હતી. ત્યારબાદ તેને ગંગા નગર વિસ્તારના એક IVF સેન્ટરમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ગેરકાયદેસર રીતે તેના શરીરમાંથી અંડાણુ (Ovum) કાઢી લેવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા વ્યાપારી હેતુ માટે કરવામાં આવી હોવાની શંકા છે. જ્યારે કિશોરીની માતાને તેની પુત્રીના વર્તનમાં ફેરફાર અને આ શારીરિક પ્રક્રિયા વિશે જાણ થઈ, ત્યારે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા IVF સેન્ટરના સંચાલક સહિત કુલ ૫ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કિશોરીને આર્થિક લાલચ આપીને તેને આ અમાનવીય કૃત્ય માટે તૈયાર કરવામાં આવી હતી. ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) સમક્ષ કિશોરીના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને આ કેસમાં કિડનેપિંગ, દસ્તાવેજોમાં છેતરપિંડી અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ચકચાર મચાવી દીધી છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
