વર્લ્ડ કપમાં 'આધાર કાર્ડ' Vs 'ગ્રીન કાર્ડ': ભારત-અમેરિકા મેચમાં સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર
ટીમ ઈન્ડિયાની શરૂઆતી પડતી જોઈ નેટીઝન્સ બોલ્યા- "ભારત-યુએસ ટ્રેડ ડીલમાં આઉટ થવાની પણ શરત હતી શું?"

નવી દિલ્હી : ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને યજમાન અમેરિકા વચ્ચે જંગ ખેલાયો, ત્યારે મેદાન પરના રોમાંચ કરતા સોશિયલ મીડિયા પર મીમ્સનો રોમાંચ વધુ જોવા મળ્યો હતો. અમેરિકાની ટીમમાં ભારતીય મૂળના ખેલાડીઓની બહુમતી જોઈને ઇન્ટરનેટ યુઝર્સે આ મેચને "આધાર કાર્ડ વિરુદ્ધ ગ્રીન કાર્ડ" વચ્ચેનો જંગ ગણાવ્યો હતો. ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની હાલત જોઈને મીમ્સની દુનિયામાં રમુજ સાથે આશ્ચર્ય ફેલાયું હતું.
મેચની શરૂઆતમાં નેટીઝન્સે મજાક કરતા લખ્યું કે, "આ તો ભારત વિરુદ્ધ દક્ષિણ એશિયાની મેચ છે!" જોકે, જ્યારે અમેરિકાના બોલરોએ પાવરપ્લેમાં જ ભારતની ૪ વિકેટ ઝડપી પાડી, ત્યારે મીમ્સનો સુર બદલાયો હતો. અભિષેક શર્મા અને શિવમ દુબે શૂન્ય રને આઉટ થતા ચાહકોએ ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલ (FTA) ને મેચ સાથે જોડી દીધી હતી. એક યુઝરે રમૂજમાં લખ્યું, "શાયદ ભારત-યુએસ ડીલમાં એવી પણ કોઈ કલમ હશે કે ભારતે અમેરિકા સામે સારું નથી રમવાનું!"
ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહની ગેરહાજરી અને શરૂઆતી ધબડકાને જોઈને ચાહકો નિરાશ તો થયા હતા, પરંતુ હળવી પળોમાં આ ટ્રેડ ડીલ અને ટેરિફમાં મળેલી છૂટછાટને હારના કારણ તરીકે જોડીને લોકોએ ખૂબ મનોરંજન મેળવ્યું હતું. અમેરિકાની ટીમ જે રીતે રમી રહી હતી તે જોઈને એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે, "યુએસએને ૧૮% ટેરિફ ઘટાડવા બદલ ભારત આ રીતે થેન્ક્યુ કહી રહ્યું છે!"
વાયરલ થયેલા કેટલાક રમુજી મીમ્સ અને ટિપ્પણીઓ:
• આધાર Vs ગ્રીન કાર્ડ: અમેરિકાની ટીમમાં રહેલા 'દેશી' ખેલાડીઓ પર કટાક્ષ.
• ટ્રેડ ડીલ કનેક્શન: ભારતની પડતીને ભારત-યુએસ વેપારી સમજૂતી સાથે જોડતા મીમ્સ.
• પાવરપ્લેનો આંચકો: ૬ ઓવરમાં ૪૬ રને ૪ વિકેટ પડતા સોશિયલ મીડિયા પર શોક અને જોક્સનું મિશ્રણ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
