હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પીયૂષ ગોયલનો વિપક્ષ પર પ્રહાર: "પીએમ મોદીના નેતૃત્વમાં ભારત હવે મહાસત્તા : કોંગ્રેસનું વલણ બાળક જેવું
ભારત-અમેરિકા ઐતિહાસિક વેપાર સોદા પર વાણિજ્ય મંત્રીનો મોટો ખુલાસો: ખેડૂતોના હિતોને સુરક્ષિત રાખવાની ખાતરી સાથે સંસદમાં થયેલા હોબાળાને ગણાવ્યો લોકશાહી માટે 'ભયાનક' દ્રશ્ય

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર સોદાએ દેશના આર્થિક ભવિષ્ય માટે નવા દ્વાર ખોલી દીધા છે. આ મહા-સોદા સાથેની ખાસ વાતચીતમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ગર્વભેર જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ ભારત આજે એક વૈશ્વિક મહાસત્તા તરીકે ઉભરી આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ સોદો પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જુગલબંધીનું પરિણામ છે અને બંને આ ડીલના 'મેન ઓફ ધ મેચ' છે. ગોયલે ઉમેર્યું કે ભારત હવે કોઈના દબાણમાં આવ્યા વિના રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લેવા સક્ષમ છે અને પીએમ મોદીને ડરાવવા કોઈના માટે શક્ય નથી.
કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહારો કરતા પીયૂષ ગોયલે તેમના વર્તનને અત્યંત 'બાલિશ' ગણાવ્યું હતું. તેમણે સંસદમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વિપક્ષી સાંસદોએ જે રીતે વડાપ્રધાનની ખુરશીને ઘેરી લીધી તે દ્રશ્ય ભયાનક હતું. ગોયલે સવાલ ઉઠાવ્યો કે વિપક્ષ દેશની પ્રગતિમાં અવરોધ કેમ બની રહ્યો છે? તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ જાણીજોઈને ખેડૂતોના નામે ભ્રમ ફેલાવી રહી છે, જ્યારે વાસ્તવમાં આ વેપાર સોદામાં ભારતીય કૃષિ ક્ષેત્રને સંપૂર્ણ કવચ પૂરું પાડવામાં આવ્યું છે અને માત્ર તે જ ક્ષેત્રો ખોલવામાં આવ્યા છે જેનાથી દેશને સીધો આર્થિક ફાયદો થાય.
ભારતની વધતી જતી આર્થિક તાકાતનો ઉલ્લેખ કરતા વાણિજ્ય મંત્રીએ કહ્યું કે, ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન ચોક્કસપણે સાકાર થશે. તેલની આયાત અંગે પણ તેમણે બેબાક નિવેદન આપ્યું કે ભારત પોતાના હિત મુજબ ગમે તે દેશ પાસેથી તેલ ખરીદી શકે છે અને આ નિર્ણય તેલ કંપનીઓની વ્યવસાયિક જરૂરિયાતો પર આધારિત રહેશે. ગોયલે અંતમાં વિપક્ષ પાસે માફીની માંગ કરતા કહ્યું કે, લોકશાહીના મંદિરમાં સ્પીકર અને પીએમનું અપમાન કરનારાઓએ દેશની જનતા સામે જવાબદેહ બનવું પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
