<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

તેલંગાણામાં મંચેરિયલની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ: ભોજનમાં જીવાત હોવાના ગંભીર આક્ષેપ:13 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી

ઉલટી-ઝાડાની ફરિયાદ બાદ તમામ અસરગ્રસ્તોને બેલમપલ્લી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

તેલંગાણાના મંચેરિયલ જિલ્લાના બેલમપલ્લી ખાતે આવેલી ગર્લ્સ ઇન્ટિગ્રેટેડ હોસ્ટેલમાં ગત રાત્રે ભોજન લીધા બાદ અંદાજે 13 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા ખળભળાટ મચી ગયો છે; વિદ્યાર્થિનીઓએ ભોજનમાં જીવાત હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે અને ઉલટી-ઝાડાની ફરિયાદ બાદ તમામ અસરગ્રસ્તોને બેલમપલ્લી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તમામ વિદ્યાર્થિનીઓની હાલત સ્થિર હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે અને આ મામલે હોસ્ટેલના ભોજનની ગુણવત્તા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:33 AM IST)