હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'એન્ટિ-એમ્બિશન'નો ઉદય: હવે યુવાનોને પ્રમોશન કે મોટા ટાઇટલમાં રસ નથી, 'શાંતિ' અને 'સુખાકારી' બની નવી પ્રાથમિકતા
Gen Z કામદારો કોર્પોરેટ રેસમાંથી કેમ બહાર નીકળી રહ્યા છે? પગાર કાપ સ્વીકારવા તૈયાર પણ માનસિક સ્વાસ્થ્ય સાથે બાંધછોડ મંજૂર નથી

રાજકોટ: દાયકાઓથી સફળતાનો અર્થ હતો - ઉંચો હોદ્દો, મોટો પગાર અને મોટી ટીમોનું સંચાલન. પરંતુ આજે ઓફિસમાં ડગ માંડી રહેલી Gen Z પેઢીમાં સફળતાની આ વ્યાખ્યા ધરમૂળથી બદલાઈ રહી છે. તાજેતરના વૈશ્વિક સર્વેક્ષણો મુજબ, લગભગ ૪૭ ટકા યુવા કર્મચારીઓ હવે કોર્પોરેટ સીડી ચઢવામાં કે 'બોસ' બનવામાં રસ ધરાવતા નથી. આ નવા વલણને નિષ્ણાતો 'એન્ટિ-એમ્બિશન' (મહત્વાકાંક્ષા વિરોધી) તરીકે ઓળખાવી રહ્યા છે.
બેંગલુરુના ૨૪ વર્ષીય ડેટા એનાલિસ્ટ આરવ કહે છે, "હું હવે મેનેજર બનવાનું સ્વપ્ન જોતો નથી. મેં મારા સિનિયર્સને ૩૦ની ઉંમરે તણાવમાં 'બર્નઆઉટ' થતા જોયા છે. જો સફળતાનો અર્થ કાયમી માનસિક ભાર હોય, તો મારે તેવી સફળતા જોઈતી નથી." આ માનસિકતા પાછળ કોરોનાકાળનો અનુભવ, આર્થિક અનિશ્ચિતતા અને વધતી જતી માનસિક સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ જવાબદાર છે. યુવાનોએ જોયું છે કે વર્ષોની વફાદારી છતાં છટણીમાં કોઈ સુરક્ષિત નથી, તેથી તેઓ હવે કામ કરતા જીવનને વધુ મહત્વ આપી રહ્યા છે.
આ પરિવર્તનની સૌથી મોટી અસર IT, મીડિયા અને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં જોવા મળી રહી છે. ૪૧ ટકા યુવાનો એવા છે જેઓ ફ્લેક્સિબલ કલાકો અને માનસિક શાંતિ માટે ઓછો પગાર સ્વીકારવા પણ તૈયાર છે. તેમના માટે હવે મહત્વાકાંક્ષાનો અર્થ 'ઉપર જવું' નહીં પણ 'પોતાની સ્વાયત્તતા જાળવવી' છે. કંપનીઓ માટે આ એક મોટો પડકાર છે, કારણ કે પરંપરાગત પ્રમોશન કે ટાઇટલની લાલચ હવે નવી પેઢીને પ્રેરણા આપી રહી નથી.
'એન્ટિ-એમ્બિશન' વલણના મુખ્ય પાસાઓ:
• પ્રમોશનનો ઇનકાર: જવાબદારી વધે અને વ્યક્તિગત સમય ઘટે તેવા પ્રમોશનને યુવાનો ઠુકરાવી રહ્યા છે.
• સીમાઓનું પાલન: કામના કલાકો પૂરા થતા જ ઓફિસના કામથી સંપૂર્ણ અલિપ્ત થવાની વૃત્તિ.
• વ્યક્તિગત સુખાકારી: કરિયર ગ્રોથ કરતા ભાવનાત્મક સ્થિરતા અને માનસિક સ્વાસ્થ્યને ૫૨ ટકા યુવાનોની પ્રથમ પસંદગી.
• જોબ હોપિંગ: એક જ કંપનીમાં લાંબો સમય ટકી રહેવાને બદલે નવા અનુભવો અને ફ્રીલાન્સ કામમાં વધુ રસ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
