હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

ટોક્યો:બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીઓ પહેલા મુહમ્મદ યુનુસ સરકારે આંતરરાષ્ટ્રીય મંચ પર એક મોટી રાજદ્વારી સફળતા મેળવી છે. બાંગ્લાદેશે ભારતના સૌથી વિશ્વાસુ મિત્ર ગણાતા દેશ જાપાન સાથે ઐતિહાસિક આર્થિક ભાગીદારી કરાર (EPA) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર માત્ર વેપાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે રોકાણ, ટેકનોલોજી ટ્રાન્સફર અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટમાં બંને દેશો વચ્ચે લાંબા ગાળાના વ્યુહાત્મક સંબંધોનો નવો અધ્યાય શરૂ કરશે.
આ કરારની સૌથી મોટી વિશેષતા એ છે કે બાંગ્લાદેશને જાપાનના વિશાળ બજારમાં ૭,૩૭૯ ઉત્પાદનો માટે ડ્યુટી-ફ્રી (કર મુક્ત) એક્સેસ મળશે. બાંગ્લાદેશનો મુખ્ય ઉદ્યોગ એવા તૈયાર વસ્ત્રો માટે આ વરદાનરૂપ સાબિત થશે. બદલામાં બાંગ્લાદેશ જાપાનની ૧,૦૩૯ ચીજવસ્તુઓ પર ડ્યુટીમાં રાહત આપશે. નોંધનીય છે કે, ભારત અને જાપાન વચ્ચે પણ અત્યંત ગાઢ સંબંધો છે, ત્યારે જાપાનનું બાંગ્લાદેશમાં વધતું રોકાણ આ ક્ષેત્રમાં ચીનના પ્રભાવને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાયેલી આ બેઠકમાં માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં આ જટિલ વાટાઘાટો પૂર્ણ કરવામાં આવી હતી. આ કરાર હેઠળ જાપાન બાંગ્લાદેશના ૧૨૦ જેટલા પેટા-ક્ષેત્રોમાં પોતાની સેવાઓ અને ટેકનોલોજી પૂરી પાડશે. નિષ્ણાતો માને છે કે બાંગ્લાદેશ જ્યારે 'ઓછા વિકસિત દેશ' (LDC) ની શ્રેણીમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે જાપાન જેવી વિશ્વની મોટી અર્થવ્યવસ્થા સાથેની આ ભાગીદારી તેની નિકાસ સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે અત્યંત મહત્વની સાબિત થશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM