હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડ્રેગનનું પાપ છત્તું થયું: અમેરિકાએ ચીનનું સૌથી મોટું રહસ્ય ખોલ્યું, ગુપ્ત રીતે 'પરમાણુ પરીક્ષણ' કર્યાનો ખતરનાક આરોપ
ભૂકંપ માપવાની ટેકનિકમાં છેતરપિંડી કરીને દુનિયાથી છુપાવ્યા પરમાણુ વિસ્ફોટ; જિનીવા કોન્ફરન્સમાં અમેરિકાના ખુલાસાથી વૈશ્વિક સ્તરે ફફડાટ

જિનીવા:વૈશ્વિક રાજનીતિમાં અત્યારે ખળભળાટ મચી ગયો છે. અમેરિકાએ ચીન પર અત્યાર સુધીનો સૌથી ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો છે કે ચીને આખી દુનિયાની આંખમાં ધૂળ નાખીને ગુપ્ત રીતે પરમાણુ વિસ્ફોટક પરીક્ષણો કર્યા છે. જિનીવામાં આયોજિત નિઃશસ્ત્રીકરણ પરિષદમાં અમેરિકાના અન્ડર સેક્રેટરી થોમસ ડીનાનોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ચીની સૈન્યએ આંતરરાષ્ટ્રીય પરમાણુ પરીક્ષણ પ્રતિબંધોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે.
અમેરિકાના જણાવ્યા અનુસાર ચીને પરમાણુ વિસ્ફોટ છુપાવવા માટે 'ડીકપ્લિંગ' નામની એક જટિલ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. આ ટેકનિક એટલી ખતરનાક છે કે તે વિસ્ફોટથી થતા ધ્રુજારીના તરંગોને દબાવી દે છે, જેથી વૈશ્વિક ભૂકંપ દેખરેખ પ્રણાલીને ગેરમાર્ગે દોરી શકાય. અમેરિકાએ ચોક્કસ તારીખ આપતા જણાવ્યું કે ૨૨ જૂન, ૨૦૨૦ના રોજ ચીને આવું જ એક સફળ પરીક્ષણ કર્યું હતું, જેની વિગતો તેમણે આખી દુનિયાથી છુપાવી રાખી હતી.
આ આરોપ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને રશિયા વચ્ચેનો મહત્વપૂર્ણ 'ન્યૂ START' કરાર (ન્યુક્લિયર આર્મ્સ કંટ્રોલ) સમાપ્ત થઈ ચૂક્યો છે. બીજી તરફ, ચીને આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ચીની રાજદૂત શેન જિયાને વળતો પ્રહાર કરતા કહ્યું કે, અમેરિકા માત્ર 'ચીનનો ડર' ફેલાવીને હથિયારોની સ્પર્ધા વધારવા માંગે છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે પહેલેથી જ સંકેત આપી દીધા છે કે જો અન્ય દેશો ગુપ્ત રીતે પરીક્ષણ કરશે, તો અમેરિકા પણ પોતાની પરમાણુ શક્તિના પરીક્ષણો ફરી શરૂ કરવામાં પાછળ નહીં રહે.
અમેરિકાના દાવા મુજબ ચીનનું 'સિક્રેટ ઓપરેશન':
ગુપ્ત વિસ્ફોટ: સેંકડો ટનની ક્ષમતા ધરાવતા પરમાણુ વોરહેડ્સના ટેસ્ટિંગની તૈયારી.
છેતરપિંડીની ટેકનિક: 'ડીકપ્લિંગ' પદ્ધતિ દ્વારા ભૂકંપ માપવાના યંત્રોને છેતરવાનો પ્રયાસ.
ઉલ્લંઘન: આંતરરાષ્ટ્રીય ટેસ્ટ બેન ટ્રીટી (CTBT) ની પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન.
તારીખનો ખુલાસો: ૨૨ જૂન, ૨૦૨૦ ના રોજ થયેલા એક મોટા પરીક્ષણના પુરાવા હોવાનો દાવો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
