હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
T20 વર્લ્ડ કપ 2026: ભારત-પાક હાઈવોલ્ટેજ મેચ પર મોટો ટ્વિસ્ટ!
શ્રીલંકાના અલ્ટીમેટમ અને ICCની કડકાઈ બાદ પાકિસ્તાન નમ્યું, હવે વાતચીત માટે તૈયાર

ઇસ્લામાબાદ :ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી T20 વર્લ્ડ કપની મેચ પર ચાલી રહેલા સસ્પેન્સમાં એક નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી અડિયલ વલણ અપનાવી રહેલું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે સત્તાવાર ચર્ચા કરવા માટે રાજી થઈ ગયું છે.
પાકિસ્તાન સરકારે અગાઉ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે તેમની ટીમ વર્લ્ડ કપ રમશે, પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. પાકિસ્તાને આ માટે 'અસાધારણ સંજોગો'નું કારણ આપ્યું હતું. જોકે, ICC એ આ વલણને ગંભીરતાથી લઈ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ સભ્ય દેશ ટૂર્નામેન્ટમાં આવી રીતે 'પસંદગીના આધારે' રમી શકે નહીં.
આ વિવાદમાં યજમાન દેશ શ્રીલંકાએ પણ ઝંપલાવ્યું છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે (SLC) પાકિસ્તાનને પત્ર લખીને ચેતવણી આપી છે કે:
જો ભારત-પાક મેચ રદ થાય તો ટિકિટ વેચાણ અને ટુરીઝમમાં કરોડોનું નુકસાન થશે.
ICC દ્વારા પાકિસ્તાન પર મોટા આર્થિક દંડ અને પોઈન્ટ્સ ગુમાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
પાકિસ્તાનની આ મેચ છોડવાથી તેમની સેમીફાઈનલની આશા પર પણ પાણી ફરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, PCB ચીફ મોહસિન નકવી આ મુદ્દે વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે ચર્ચા કરશે. ICC એ PCB ને પૂછ્યું છે કે શું તેમણે સરકારના આ નિર્ણય સામે કોઈ પ્રયાસો કર્યા છે? અપેક્ષા છે કે સોમવાર સુધીમાં પાકિસ્તાન આ મામલે પોતાનો 'યુ-ટર્ન' જાહેર કરી શકે છે અને મેચ રમાવાની શક્યતા વધી ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
