હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રોકાણકારો માટે કમાણીની સોનેરી તક: આ 5 શેરોમાં આવી શકે છે 43% સુધીનો તોતિંગ ઉછાળો!
દિગ્ગજ બ્રોકરેજ હાઉસે આપ્યા 'BUY' રેટિંગ; મજબૂત ઓર્ડર બુક અને સારા પરિણામોથી માર્કેટમાં તેજીના સંકેત

મુંબઈ:શેરબજારમાં ચાલી રહેલી હલચલ વચ્ચે રોકાણકારો માટે સારા સમાચાર આવ્યા છે. દેશની અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ આ અઠવાડિયે પાંચ એવા શેર સૂચવ્યા છે, જે આવનારા સમયમાં તમારા પોર્ટફોલિયોમાં 30% થી 43% સુધીનો નફો કરાવી શકે છે. કંપનીઓની મજબૂત નાણાકીય કામગીરી અને મેનેજમેન્ટના પોઝિટિવ આઉટલુકને કારણે આ શેરોમાં તેજીની શક્યતા જોવામાં આવી રહી છે.
કયા શેરમાં કેટલો ફાયદો થઈ શકે? (લક્ષ્યાંક ભાવ પર એક નજર)
કંપનીનું નામ હાલનો ભાવ (અંદાજે) લક્ષ્યાંક ભાવ સંભવિત ઉછાળો
ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સ ₹2,313 ₹3,315 43%
કલ્પતરુ પ્રોજેક્ટ્સ ₹1,091 ₹1,489 36%
કેસ્ટ્રોલ (ભારત) ₹185 ₹250 37%
સેરા સેનિટરીવેર ₹5,164 ₹6,800 31%
આવાસ ફાઇનાન્સિયર્સ ₹1,301 ₹1,700 31%
______________
તેજી પાછળના મુખ્ય કારણો
ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સ: મોતિલાલ ઓસ્વાલના મતે એન્જિનિયરિંગ બિઝનેસમાં માર્જિન સુધરતા નફામાં 9% નો વધારો જોવા મળ્યો છે, જે શેરને ઉપર લઈ જશે.
કલ્પતરુ પ્રોજેક્ટ્સ: રેલ્વે, વોટર અને સિવિલ સેક્ટરમાં મજબૂત ઓર્ડર પાઇપલાઇન હોવાને કારણે પીએલ કેપિટલ આ સ્ટોક પર તેજીમાં છે.
કેસ્ટ્રોલ (ભારત): નવા ઉત્પાદનોના લોન્ચિંગ અને વિતરણ નેટવર્કના વિસ્તરણને કારણે બજાર હિસ્સો વધવાની પૂરેપૂરી શક્યતા છે.
સેરા અને આવાસ: કન્સ્ટ્રક્શન અને હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રે માગ વધતા આ બંને કંપનીઓના આગામી ક્વાર્ટરના પરિણામો ઉત્સાહજનક રહેવાની ધારણા છે.
રોકાણકારો માટે સલાહ: આ ભલામણો બ્રોકરેજ હાઉસની છે. શેરબજારમાં જોખમ હોય છે, તેથી રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ લો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
