હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 8th February 2026
સિક્કિમના ગ્યાલશિંગમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા: ફફડાટ
ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર 5 કિમીની ઊંડાઈએ : લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘરો અને બહુમાળી ઈમારતોમાંથી ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા

ઉત્તર-પૂર્વ ભારતના રાજ્ય સિક્કિમમાં કુદરતી આફતનો ફાળો પડ્યો છે. સિક્કિમના ગ્યાલશિંગ વિસ્તારમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર 5 કિમીની ઊંડાઈએ હોવાને કારણે આંચકાની અસર વધુ અનુભવાઈ હતી. ભૂકંપનો આંચકો અનુભવાતા જ લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘરો અને બહુમાળી ઈમારતોમાંથી ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
