હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દરભંગામાં હેવાનીયતની પરાકાષ્ઠા: 6 વર્ષની માસૂમ પર દુષ્કર્મ બાદ પાશવી હત્યા; દીકરીની લોહીલુહાણ લાશ મળતા આખું શહેર સળગ્યું!
"ન્યાયની ચીખ વચ્ચે માનવતા શર્મસાર: જ્યારે રક્ષક સમાજમાં જ ભક્ષકો ફરે છે, ત્યારે દરભંગા જેવી ચીસો ગુંજતી રહે છે

નવી દિલ્હી :બિહારના દરભંગામાં માનવતાને પણ શરમ આવે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક તરફ દીકરીઓના રક્ષણની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ માત્ર 6 વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકી નરાધમોની નવસનો શિકાર બની છે. આ ઘટનાએ ન માત્ર દરભંગા પણ આખા દેશને હચમચાવી દીધો છે.
* દુષ્કર્મ અને ક્રૂરતા: અહેવાલો મુજબ, અસામાજિક તત્વોએ માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. નરાધમોની હેવાનીયત અહીં જ ન અટકી, તેમણે દુષ્કર્મ બાદ બાળકીની કરપીણ હત્યા કરી નાખી.
* ભયાનક દ્રશ્યો: બાળકીની લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. માસૂમના શરીર પરની ઈજાઓ નરાધમોની ક્રૂરતાની સાક્ષી પૂરી રહી હતી. આ દ્રશ્ય જોનાર દરેક વ્યક્તિની આંખમાં આંસુ અને દિલમાં ગુસ્સો ભરાઈ આવ્યો હતો.
* લોકરોષ અને હિંસા: જેવી બાળકીની લાશ મળી, કે તરત જ સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઠેર-ઠેર પથ્થરમારો અને આગજનીની ઘટનાઓ બની છે. લોકોની એક જ માંગ છે કે, "આરોપીઓને જાહેરમાં ફાંસી આપો."
વહીવટી તંત્રની દોડધામ
ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યો છે. વિસ્તારમાં પોલીસ છાવણી ફેરવાઈ ગઈ છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આ જઘન્ય અપરાધમાં સંડોવાયેલા નરાધમોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
