હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગૌરવ ગોગોઈના 'પાકિસ્તાન કનેક્શન'થી ખળભળાટ: CM હિમંતાએ તપાસનો ગાળિયો કસ્યો
આસામ કેબિનેટનો મોટો નિર્ણય: સાંસદની પત્નીના પાકિસ્તાની નાગરિકો સાથેના રહસ્યમય સંબંધો અને ISI લિંકની આશંકા વચ્ચે કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરાવવા ગૃહ મંત્રાલયને કરાઈ ભલામણ

ગુવાહાટી: આસામના રાજકારણમાં ગૌરવ ગોગોઈ અને તેમની પત્ની એલિઝાબેથ કોલબર્નના કથિત 'પાકિસ્તાન કનેક્શન' મુદ્દે મોટો વિસ્ફોટ થયો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ ગંભીર મામલે કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસની ભલામણ કરતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે એલિઝાબેથ 2011-12 દરમિયાન નવ વખત પાકિસ્તાન ગયા હતા અને ત્યાંના નાગરિક અલી તૌકીર શેખના સંપર્કમાં હતા. આ મામલે જ્યારે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે મૌન સેવી લેતા શંકાઓ વધુ ઘેરી બની છે.
પાકિસ્તાન દૂતાવાસની મુલાકાત અને 'ડિજિટલ મૌન' પર સવાલો મુખ્યમંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું કે, ગૌરવ ગોગોઈ યુવાનોના એક પ્રતિનિધિમંડળ સાથે પાકિસ્તાન દૂતાવાસ ગયા હતા અને ત્યાં લાંબો સમય વિતાવ્યો હતો. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, ગૌરવને માત્ર લાહોરના વિઝા મળ્યા હોવા છતાં પાકિસ્તાની ગૃહ મંત્રાલયે સામે ચાલીને તેમને ઇસ્લામાબાદ અને કરાચીનું આમંત્રણ આપ્યું હતું. આ 10 દિવસની મુલાકાત દરમિયાન ગોગોઈ 'ડિજિટલ મૌન' (સોશિયલ મીડિયા કે ફોનથી દૂર) પર હતા, જે કોઈ ખાસ તાલીમ તરફ ઈશારો કરતું હોવાની આશંકા CMએ વ્યક્ત કરી છે.
SIT રિપોર્ટ બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવશે આસામ સરકાર દ્વારા રચાયેલી SIT એ ગત 10 સપ્ટેમ્બરે પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં ભારત વિરોધી ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આસામ કેબિનેટે હવે આ રિપોર્ટના આધારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને ઊંડી તપાસની માંગ કરી છે. ભાજપનો આરોપ છે કે એલિઝાબેથને એક પાકિસ્તાની કંપની દ્વારા નોકરી આપી ભારતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને તેનો પગાર શેખ દ્વારા ચૂકવવામાં આવતો હતો. આ સમગ્ર મામલામાં હવે ISI ની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
