હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પુતિનના ખાસ જનરલ પર જીવલેણ હુમલો: દુબઈથી શૂટરને દબોચી મોસ્કો લવાયો
રશિયન ગુપ્તચર એજન્સી GRU ના નાયબ વડા પર ફાયરિંગ બાદ રશિયા-યુક્રેન વચ્ચે તણાવ વધ્યો; શાંતિ વાટાઘાટોને ડહોળવાનું ષડયંત્ર હોવાનો વિદેશ મંત્રી લવરોવનો સનસનીખેજ દાવો

મોસ્કો: રશિયાની લશ્કરી ગુપ્તચર એજન્સી (GRU) ના પ્રથમ નાયબ વડા લેફ્ટનન્ટ જનરલ વ્લાદિમીર અલેકસેયેવ પર થયેલા જીવલેણ હુમલાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. 6 ફેબ્રુઆરીના રોજ ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં તેમના નિવાસસ્થાનની બહાર જ અજાણ્યા હુમલાખોરે જનરલ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ જનરલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ હુમલા બાદ રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB) એ ગણતરીના કલાકોમાં મોટું ઓપરેશન પાર પાડીને મુખ્ય શંકાસ્પદ લ્યુબોમીર કોર્બાને દુબઈથી ઝડપી લીધો છે.
દુબઈમાં ધરપકડ અને પ્રત્યાર્પણનું હાઈ-વોલ્ટેજ ડ્રામા રશિયન એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સંકલન સાધીને 65 વર્ષીય હુમલાખોર કોર્બાને દુબઈથી ઉપાડી લીધો હતો અને તાત્કાલિક વિશેષ વિમાન મારફતે રશિયા લાવી કોર્ટમાં રજૂ કર્યો હતો. રશિયન તપાસ સમિતિના પ્રવક્તા સ્વેત્લાના પેટ્રેન્કોએ પુષ્ટિ કરી છે કે કોર્ટના આદેશ બાદ આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરની એક મહિલા સાથી યુક્રેન ભાગી છૂટવામાં સફળ રહી છે, જેની શોધખોળ તેજ કરવામાં આવી છે.
શાંતિ વાટાઘાટો તોડવાનું યુક્રેનનું ષડયંત્ર? આ હુમલાએ રાજદ્વારી સ્તરે પણ ગરમાવો લાવી દીધો છે. રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે સીધો આરોપ લગાવ્યો છે કે આ હત્યાના પ્રયાસ પાછળ યુક્રેનનો હાથ છે. રસપ્રદ વાત એ છે કે, જ્યારે જનરલ પર હુમલો થયો ત્યારે તેમના બોસ એડમિરલ ઇગોર કોસ્ટ્યુકોવ અબુ ધાબીમાં યુક્રેન સાથે શાંતિ કરારના સુરક્ષા પાસાઓ પર ચર્ચા કરી રહ્યા હતા. રશિયાનું માનવું છે કે આ કરારને રોકવા માટે જ ટોચના જનરલને નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે, યુક્રેને આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
