હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનના નકશા પર ‘કાળો કાપો’: બલૂચિસ્તાનનું નવું બંધારણ અને આઝાદીનું એલાન!
જનરલ અસીમ મુનીરના ગઢમાં ગાબડું: હિન્દી અને ગુજરાતી સહિત 11 ભાષાઓમાં અનુવાદ પાછળનો ભારત પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને રાવલપિંડીમાં ફેલાયેલો ફફડાટ

ઇસ્લામાબાદ: આજની તારીખ પાકિસ્તાનના ઈતિહાસમાં કદાચ ‘બ્લેક ડે’ તરીકે લખાશે, કારણ કે બલૂચિસ્તાનના ક્રાંતિકારી નેતા હાયર્બ્યાર મારીએ અધિકૃત રીતે "બલૂચિસ્તાન લિબરેશન ચાર્ટર" એટલે કે આઝાદ બલૂચિસ્તાનનું વચગાળાનું બંધારણ દુનિયા સમક્ષ રજૂ કરી દીધું છે. આ દસ્તાવેજ માત્ર કાગળનો ટુકડો નથી, પણ પાકિસ્તાની સેના અને શાહબાઝ શરીફ સરકાર માટે ‘ડેથ વોરંટ’ સમાન છે. આ ચાર્ટરની સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમાં પાકિસ્તાનની કટ્ટરપંથી વિચારધારાને ફગાવીને એક ધર્મનિરપેક્ષ લોકશાહીની વાત કરવામાં આવી છે. પાકિસ્તાન જે લઘુમતીઓને રગદોળી રહ્યું છે, તે જ હિન્દુ, શીખ અને ખ્રિસ્તીઓને આ નવા બંધારણમાં સમાન હકો અને સુરક્ષાની ગેરંટી આપવામાં આવી છે, જે સીધો જ જિન્નાહના ‘ટુ-નેશન થીયરી’ ના શબપેટીમાં અંતિમ ખીલી સમાન છે.
આ લિબરેશન ચાર્ટરનો હિન્દી, ગુજરાતી, મરાઠી અને પંજાબી સહિતની 11 વિશ્વભાષાઓમાં અનુવાદ કરવો એ એક માસ્ટરસ્ટ્રોક સાબિત થયો છે. બલૂચ નેતાઓએ ભારત પ્રત્યેના તેમના લગાવ અને સન્માનને વ્યક્ત કરતા આ દસ્તાવેજમાં ‘સર્વધર્મ સમભાવ’ ના ભારતીય મૂલ્યોને સ્થાન આપ્યું છે. ભારતના ક્રાંતિકારી મિત્રો દ્વારા કરવામાં આવેલા આ અનુવાદો પાછળનો હેતુ એ છે કે દુનિયા અને ખાસ કરીને ભારતનો જનમત બલૂચિસ્તાનની પીડા અને તેમના ન્યાયી સંઘર્ષને સમજી શકે. પાકિસ્તાની જનરલ અસીમ મુનીર માટે સૌથી મોટો ફાળો એ વાતનો છે કે આ ચાર્ટર હવે ખાડી દેશોમાં અરબી ભાષામાં અને અફઘાનિસ્તાનમાં પશ્તોમાં ગુંજી રહ્યું છે, જેનાથી પાકિસ્તાન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચારેબાજુથી ઘેરાઈ ગયું છે.
હાયર્બ્યાર મારીને હવે બલૂચિસ્તાનના ‘આંબેડકર’ કે ‘શેખ મુજીબુર રહેમાન’ તરીકે જોવામાં આવી રહ્યા છે, જેમણે વિખરાયેલા બલૂચ સમુદાયને એક તાંતણે બાંધવાનું કામ કર્યું છે. આ બંધારણ જાહેર થતાની સાથે જ બલૂચિસ્તાનના કુદરતી સંસાધનો—સોનું, તાંબુ અને ગેસ—પર પાકિસ્તાન અને ચીનની ગેરકાયદેસર લૂંટ પર કાયદાકીય રોક લાગવાની શરૂઆત થઈ ગઈ છે. લાખો શહીદોના લોહીથી લખાયેલું આ બંધારણ સ્પષ્ટ કરે છે કે હવે બલૂચિસ્તાન પાકિસ્તાનનો ભાગ રહેવા માંગતું નથી. રાવલપિંડીના આર્મી હેડક્વાર્ટરમાં અત્યારે ભયનો માહોલ છે, કારણ કે તેમને ખબર છે કે એકવાર કોઈ પ્રજા પાસે પોતાનું બંધારણ અને વિઝન આવી જાય, પછી દુનિયાની કોઈ સેના તેને ગુલામ બનાવી શકતી નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
