<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

અમેરિકાનો કુખ્યાત યૌન ગુનેગાર અરબપતિ જેફરી એપસ્ટિન ઈઝરાયલ માટે કામ કરતો હતો તેનો કોઈ પુરાવો નથી: નેતન્યાહુ

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તમામ આરોપોને ફગાવી દીધા

અમેરિકાનો કુખ્યાત યૌન ગુનેગાર અરબપતિ જેફરી એપસ્ટિનને લઈને ફરી વિવાદ ચગ્યો છે. હાલમાં સામે આવેલા એક FBIના દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, એપસ્ટિનને કથિત રીતે પૂર્વ ઇઝરાયલી વડાપ્રધાન અહૂદ બરાકના શાસનકાળમાં જાસૂસ તરીકે ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તમામ આરોપોને ફગાવી કહ્યું હતું કે એપસ્ટિન ઈઝરાયલ માટે કામ કરતો હતો તેનો કોઈ પુરાવો નથી.
એપસ્ટિનની ફોન કોલ્સની વાતો નોટ કરવામાં આવી હતી 
 જે વાતો ઈઝરાયલની ગુપ્ત એજન્સી મોસાદ સુધી પહોંચાડવામાં આવતી હતી.
રિપોર્ટમાં એ પણ દાવો છે કે, સૂત્ર સાથે થયેલી વાતચીતથી એ બંધારો બાંધવામાં આવ્યો કે એપસ્ટિન મોસાદનો સહયોગી એજન્ટ હોઈ શકે છે. તે દરમિયાન કથિત રીતે એ પણ કહેવામાં આવ્યું કે એપસ્ટિન અમેરિકા અને સહયોગી દેશોની ગુપ્ત એજન્સીઓ સાથે જોડાયેલો હતો. જો કે તમામ દાવા એક સૂત્ર પર આધારીત છે તેની કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવી નથી.
દસ્તાવેજમાં અન્ય વિવાદિત આરોપ પણ મૂકવામાં આવ્યા છે. હાર્વર્ડ લો પ્રોફેસર એલન ડેરશોવિટ્ઝને મોસાદ સાથે સંબંધ હોવાનો દાવો, સિલિકોન વેલીની એક વેન્ચર ફર્મ પર ટેકનોલોજી ચોરીનો આરોપ, ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરના પરિવારના ઈઝરાયલ સાથે ગાઢ સંબંધોનો ઉલ્લેખ, આ માત્ર આરોપો છે તેના કોઈ ઠોસ પુરાવા સાર્વજનિક રૂપે સામે આવ્યા નથી.

(9:06 PM IST)