હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત બનશે દુનિયાનું 'ડેટા હબ': 2047 સુધી ટેક્સમાંથી મુક્તિની જાહેરાતથી ડેટા સેન્ટરોમાં તેજી!
કેન્દ્રીય બજેટ 2026-27 નો માસ્ટરસ્ટ્રોક: વિદેશી કમાણી પર 20 વર્ષનો 'ટેક્સ હોલિડે' જાહેર થતા અદાણી અને એરટેલ જેવી કંપનીઓને જખ્મી ફાયદો: વૈશ્વિક ગ્રાહકોને આકર્ષવા માટે સરકારે પાથર્યા લાલ જાજમ અને રોકાણનો નવો સૂર્યોદય

નવી દિલ્હી : ભારત સરકારના વર્ષ 2026-27ના બજેટે આઈટી અને ડેટા સેન્ટર સેક્ટરમાં ડિજિટલ ક્રાંતિના નવા દ્વાર ખોલી દીધા છે. સરકારે ‘વિકસિત ભારત 2047’ ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને ડેટા સેન્ટર કંપનીઓ માટે ૨૦ વર્ષના લાંબા ગાળાના ‘ટેક્સ હોલિડે’ની જાહેરાત કરી છે. આ પ્રસ્તાવ મુજબ, ભારતમાં સ્થિત ડેટા સેન્ટરો જે વિદેશી ગ્રાહકોને સેવા આપશે, તેમની તે કમાણી પર કોઈ ટેક્સ લાગશે નહીં. આ પગલાથી માત્ર રોકાણ જ નહીં વધે, પરંતુ ભારત હવે સિલિકોન વેલીની જેમ વૈશ્વિક ક્લાઉડ સેવાઓનું મુખ્ય કેન્દ્ર બનવા તરફ ડગ માંડી રહ્યું છે. અદાણી કનેક્ટ્સ, કંટ્રોલ-એસ અને નેક્સ્ટ્રા જેવી દિગ્ગજ કંપનીઓ માટે આ નિર્ણય ‘ગેમ ચેન્જર’ સાબિત થશે.
આ નવી જોગવાઈની સૌથી મોટી ખાસિયત એ છે કે તે વિદેશી અને સ્થાનિક કંપનીઓ વચ્ચે સમાન સ્પર્ધા જાળવી રાખે છે. હાલમાં ભારતમાં કોર્પોરેટ ટેક્સનો દર આશરે 25.17 ટકા છે, પરંતુ નવી છૂટછાટ બાદ ભારતીય ડેટા સેન્ટરો વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક ભાવે સેવાઓ આપી શકશે. જો કોઈ વિદેશી કંપની ભારતમાં પોતાની પેટાકંપની સ્થાપે છે, તો તેને 15 ટકાના ‘સેફ હાર્બર માર્જિન’નો લાભ મળશે, જેનાથી કરવેરાની ઝંઝટ અને વહીવટી તપાસમાંથી મોટી રાહત મળશે. આનાથી વિદેશી કંપનીઓ કોઈપણ ડર વગર ભારતીય ધરતી પર પોતાનો ડેટા સંગ્રહ કરવા પ્રેરાશે.
નિષ્ણાતોના મતે, આ બજેટ દરખાસ્તથી ભારત માત્ર ડેટા સ્ટોરેજ જ નહીં, પણ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં પણ વિશ્વગુરુ બની શકે છે. જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ગ્રાહકોને અપાતી સેવાઓ પર કર યથાવત રહેશે, જેથી સ્થાનિક મહેસૂલને નુકસાન ન થાય. 2047 સુધીની આ લાંબી કરમુક્તિ એ વાતનો સંકેત છે કે ભારત આગામી બે દાયકા સુધી ટેકનોલોજી ક્ષેત્રે અજેય રહેવા માંગે છે. આ નિર્ણયને કારણે આવનારા વર્ષોમાં હજારો કરોડનું વિદેશી રોકાણ અને લાખો ટેકનિકલ નોકરીઓનું સર્જન થવાની પૂરેપૂરી સંભાવના છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
