તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૫ બુધવાર
દિલ્હીની ૯ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી
ઈ-મેઈલ બાદ સર્ચ ઓપરેશન શરૂઃ બોમ્બ સ્કવોડની ટીમો ઘટના સ્થળે

નવી દિલ્હી, તા.૯: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે સવારે ફરી એકવાર સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી. દિલ્હીની કુલ ૯ નામાંકિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા વાલીઓ અને તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધમકી મળતા જ જે-તે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને તાત્કાલિક સુરક્ષિત રીતે ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તંત્ર સજ્જ, ઘટનાની જાણ થતા જ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં તમામ શાળાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં આ એક હોક્સ (અફવા) હોવાની આશંકા છે, પરંતુ પોલીસે કોઈ પણ જોખમ ન લેતા સાવચેતીના તમામ પગલાં લીધા છે. સાયબર સેલ ઈ-મેઈલના આઈપી એડ્રેસના આધારે મોકલનારની શોધખોળ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
