હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
PM મોદીનો ‘સફળતા મંત્ર': પરીક્ષાના ટેન્શનને કહો ‘બાય-બાય': વિકસિત ભારતના ઘડવૈયા બનવા વિદ્યાર્થીઓને હાકલ
પરીક્ષા પે ચર્ચાના બીજા એપિસોડમાં ટેકનોલોજી, AI અને સ્ટાર્ટ-અપ પર પીએમનું માર્ગદર્શન : ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા વિદ્યાર્થીઓને નાની આદતો બદલવા અને નેતળત્વના ગુણો કેળવવા આપ્યો વિશેષ ગુરુમંત્ર

નવી દિલ્હી, તા.૯: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા ૨૦૨૬ હવે માત્ર એક સંવાદ નથી, પરંતુ કરોડો વિદ્યાર્થીઓ માટે આત્મવિશ્વાસનું કેન્દ્ર બની ગયો છે. સોમવારે રિલીઝ થયેલા બીજા એપિસોડમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે મિત્ર બનીને વાત કરી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, હું અહીં તમને શીખવવા નહીં, પણ તમારી પાસેથી શીખવા આવ્યો છું. કાર્યક્રમ દરમિયાન જ્યારે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ પરીક્ષાના ડર વિશે પૂછયું, ત્યારે મોદીએ ખૂબ જ સહજતાથી સમજાવ્યું કે ગુણ અને રેન્ક એ જીવનનું અંતિમ લક્ષ્ય નથી, પરંતુ વિભાવનાઓને સમજવી અને શિક્ષણને બોજ ન માનવું એ જ સાચી સફળતાની ચાવી છે. તેમણે વિદ્યાર્થીઓને તેમના જુસ્સાને અનુસરવા -ોત્સાહિત કર્યા અને કહ્યું કે સ્ટાર્ટ-અપ માટે કોઈ ચોક્કસ વય હોતી નથી.
વિદ્યાર્થીઓ જ્યારે વિકસિત ભારત ૨૦૪૭ વિશે પ્રશ્નો પૂછયા, ત્યારે પીએમ મોદીએ દેશભક્તિની એક નવી વ્યાખ્યા આપી. તેમણે સિંગાપોરનું ઉદાહરણ ટાંકીને સમજાવ્યું કે કેવી રીતે એક નાનું રાષ્ટ્ર શિસ્ત દ્વારા મહાન બની શકે છે. મોદીએ કહ્યું કે વિકસિત ભારત એટલે માત્ર મોટી ઈમારતો કે ટેકનોલોજી નહીં, પણ આપણી આદતોમાં પરિવર્તન. ગમે ત્યાં કચરો ન ફેંકવો, થૂંકવું નહીં અને જમવાની થાળીમાં અન્નનો બગાડ ન કરવો - જો એક વિદ્યાર્થી આટલી નાની બાબતોનું પણ પાલન કરે, તો તે દેશના વિકાસમાં સૌથી મોટું યોગદાન આપી રહ્યો છે. તેમણે લોકલ ફોર વોકલ પર ભાર મૂકતા જણાવ્યું કે સ્વદેશી ઉત્પાદનો ખરીદવા એ પણ રાષ્ટ્રસેવાનો જ એક ભાગ છે.
નેતળત્વના ગુણો વિશે વાત કરતા વડાપ્રધાને રાજકારણથી ઉપર ઉઠીને એક વ્યાપક દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે નેતા બનવા માટે ચૂંટણી લડવી જરૂરી નથી, પરંતુ પહેલ કરવાની માનસિકતા જરૂરી છે. એક વિદ્યાર્થી જ્યારે પોતાના વિચારોને સ્પષ્ટ અને અસરકારક રીતે વ્યક્ત કરે છે, ત્યારે તે એક નેતા જ હોય છે. AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ માનવીય મૂલ્યો અને નેતળત્વની ક્ષમતા જ વ્યક્તિને અન્યોથી અલગ પાડે છે. આ સંવાદે લાખો વિદ્યાર્થીઓને નવો દૃષ્ટિકોણ પૂરો પાડ્યો છે, જે તેમને માત્ર પરીક્ષા માટે જ નહીં પરંતુ જીવનની તમામ કસોટીઓ માટે સજ્જ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
