<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

NRI પતિને બાળકો સાથે ઓસ્‍ટ્રેલિયા જતો અટકાવવા પત્‍નિ હાઈકોર્ટ પહોંચી

જયપુર, તા.૯: બાળકોને પત્‍નીથી દૂર કરવા માટે તેમને લઈને ઓસ્‍ટ્રેલિયા જઈ રહેલા એક ગુજરાતીને એરપોર્ટ પર જ અટકાવાયો હોવાનો એક મામલો સામે આવ્‍યો છે. આ કેસમાં ઓસ્‍ટ્રેલિયા રહેતું ગુજરાતી કપલ નવેમ્‍બર ૨૦૨૫માં પોતાના જુડવા દીકરાપ્રદીકરી સાથે ઈન્‍ડિયા આવ્‍યું હતું.

જોકે, ઓસ્‍ટ્રેલિયાથી આવ્‍યા બાદ ઈન્‍ડિયન સિટીઝનશિપ ધરાવતી યુવતી પોતાના બંને બાળકોને લઈને ભાવનગરમાં રહેતા માતાપ્રપિતાને ત્‍યાં રહેવા ચાલી ગઈ હતી. પતિપ્રપત્‍ની વચ્‍ચે વિખવાદ ચાલતો હોવાથી પતિ બંને બાળકોને પોતાની સાથે લઈને નીકળી ગયો હતો અને ત્‍યારે મહિલાને એવી શંકા ગઈ હતી કે તેનો પતિ જો બાળકોને લઈને ઓસ્‍ટ્રેલિયા જતો રહ્યો તો પોતે કયારેય તેમની કસ્‍ટડી નહીં મેળવી શકે.

પતિને દીકરા-દીકરી સાથે ઓસ્‍ટ્રેલિયા જતો રોકવા માટે આ મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી બાળકોની કસ્‍ટડી માગી હતી. આ મહિલાનો પતિ તેમજ સાસરિયા ઓસ્‍ટ્રેલિયામાં જ રહે છે અને ત્‍યાંના સિટીઝન છે. મામલો કોર્ટ સુધી પહોંચ્‍યા બાદ મહિલાને આશંકા હતી તે પ્રમાણે તેનો પતિ અને સાસરિયા દીકરાપ્રદીકરીને લઈને ઓસ્‍ટ્રેલિયા જવા નીકળ્‍યા હતા. જોકે, તેમને જયપુર એરપોર્ટ પર રોકવામાં આવ્‍યા હતા અને બાળકોની માતાએ કોર્ટમાં હેબિયર્સ કોર્પસ પિટિશન કરી હોવાથી તેમને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્‍યા હતા.

આ ઘટનાક્રમ બાદ બાળકોના પિતા સ્‍વેચ્‍છાએ તેમની કસ્‍ટડી માતાને સોંપવા માટે તૈયાર થઈ ગયા હતા. ગત બુધવારે આ મામલે થયેલી હિયરિંગમાં કપલે અલગ-અલગ એફિડેવિટ ફાઈલ કરતા જણાવ્‍યું હતું કે તેમણે અંદરોઅંદર સમાધાન કરી લીધું છે અને બાળકોના પિતા તેમજ દાદાપ્રદાદી તેમને ગમે ત્‍યારે મળવા આવી શકશે તેમજ બંને બાળકોની કસ્‍ટડી માતા પાસે રહેશે.

કોર્ટે બંને બાળકોના પાસપોર્ટ તેમના પિતા પાસેથી લઈને માતાને સોંપી દેવા માટે આદેશ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે આ કપલને એવી પણ સલાહ આપી હતી કે તેમણે બાળકોના ભવિષ્‍યને ધ્‍યાનમાં રાખતા પોતાની વચ્‍ચે ચાલી રહેલા મતભેદોને ભૂલી જવા જોઈએ.

આ કેસમાં ભાવનગરની યુવતીના અમદાવાદના યુવક સાથે સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા અને પછી આ યુવતી પતિ અને સાસરિયા સાથે ઓસ્‍ટ્રેલિયા જતી હતી, ત્‍યાં મૂવ થયા બાદ પતિ અને સાસરિયા તો ઓસ્‍ટ્રેલિયન સિટીઝન બની ગયા હતા પરંતુ યુવતીએ ઈન્‍ડિયન સિટીઝનશિપ યથાવત રાખી હતી. આ પતિપ્રપત્‍નીને ત્‍યાં અઢી વર્ષ પહેલા IVF દ્વારા ટ્‍વીન્‍સ અવતર્યા હતા. જોકે, પતિ અને સાસરિયાની કથિત સતામણીને કારણે તેમના લગ્નજીવનમાં મતભેદો ઉભા થયા હતા.

નવેમ્‍બર ૨૦૨૫માં ઈન્‍ડિયા આવેલી આ ફેમિલી લગ્ન અટેન્‍ડ કરવા માટે મુંબઈ ગઈ હતી અને પછી તેઓ અમદાવાદ રોકાયા હતા. જોકે, પતિપ્રપત્‍ની વચ્‍ચે ઝઘડા ચાલુ રહેતા યુવતી બાળકોને લઈને પિયર ચાલી ગઈ હતી. કોર્ટમાં કરાયેલી રજૂઆત પ્રમાણે ત્‍યારે પતિ અને સાસરિયાએ ઈમોશનલ બ્‍લેકમેઈલિંગ કરીને બંને બાળકોને પોતાની સાથે લઈ ગયા હતા.

તેમણે થોડા જ સમયમાં બાળકોને પાછા આપી દેવાનો વાયદો કર્યો હતો પરંતુ ત્‍યારબાદ તેમણે બાળકોની માતાના ફોનના જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. ત્‍યારે યુવતીને એવી શંકા ગઈ હતી કે પતિ અને સાસરિયા બાળકો સાથે ઓસ્‍ટ્રેલિયા જતા રહેશે અને તેમને આમ કરતા રોકવા તેણે હાઈકોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી.

(4:00 PM IST)