News of Monday, 9th February 2026
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8મા પગાર પંચની 'બ્લુપ્રિન્ટ' તૈયાર, સરકારે પૂછેલા 18 સવાલો નક્કી કરશે તમારી આગામી 10 વર્ષની સેલેરી!
MyGov પ્લેટફોર્મ પર નવી વેબસાઈટ લોન્ચ; ફિટમેન્ટ ફેક્ટર, પેન્શન અને પ્રમોશન સિસ્ટમમાં ધરમૂળથી ફેરફારની તૈયારી, જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, તે 8મા પગાર પંચની પ્રક્રિયા હવે કાગળ પરથી આગળ વધીને એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે MyGov પ્લેટફોર્મ પર આ અંગેની સત્તાવાર વેબસાઈટ શરૂ કરી છે અને વિવિધ મંત્રાલયો તેમજ કર્મચારી સંગઠનો પાસે 18 મુખ્ય મુદ્દાઓ પર પ્રતિસાદ માંગ્યો છે. આ વખતે સરકાર માત્ર પગાર વધારો નહીં, પણ એક આખી નવી અને આધુનિક પગાર વ્યવસ્થા બનાવવા જઈ રહી છે.
18 સવાલોમાં છુપાયેલું છે ભવિષ્ય: સરકારે જે 18 પ્રશ્નો પૂછ્યા છે તે કર્મચારીઓના જીવનના દરેક પાસાને સ્પર્શે છે. તેમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે શું વર્તમાન 'ફિટમેન્ટ ફેક્ટર' મોંઘવારી સામે લડવા પૂરતું છે? આ ઉપરાંત, લઘુત્તમ વેતન નક્કી કરવા માટે કયા ધોરણો હોવા જોઈએ, મોંઘવારી ભથ્થાને (DA) બેઝિક સેલેરીમાં મર્જ કરવું જોઈએ કે નહીં, અને HRA માં કેવા ફેરફાર કરવા જોઈએ તેવા પાયાના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.
આ વખતે સરકાર 'પર્ફોર્મન્સ લિંક્ડ પે' એટલે કે કામગીરી આધારિત પગાર વધારા પર ગંભીરતાથી વિચારી રહી છે. આ સિસ્ટમમાં માત્ર સિનિયોરિટી નહીં, પણ કર્મચારીના આઉટપુટ અને KPIને પણ મહત્વ આપવામાં આવી શકે છે. સાથે જ, મહિલા કર્મચારીઓ માટે વર્ક-લાઈફ બેલેન્સ અને લવચીક કાર્યપદ્ધતિ અંગે પણ મંતવ્યો માંગવામાં આવ્યા છે.
પેન્શનરો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે સરકાર લઘુત્તમ પેન્શનની ગેરેંટી અને NPSમાં જરૂરી સુધારા કરવા અંગે પ્રતિસાદ લઈ રહી છે. એટલું જ નહીં, લોકોની સરેરાશ આયુષ્ય મર્યાદા વધી હોવાથી નિવૃત્તિ વયમાં ફેરફાર કરવો જોઈએ કે નહીં, તે પણ આ 18 પ્રશ્નોમાં સામેલ છે.
જો બધું યોજના મુજબ ચાલશે, તો 8મું પગાર પંચ ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવી શકે છે. કર્મચારી સંગઠનો માટે આ એક સુવર્ણ તક છે કે તેઓ ડેટા સાથે સરકારને યોગ્ય રજૂઆત કરે જેથી આવનારા દાયકા માટે એક સન્માનજનક અને મજબૂત પગાર માળખું તૈયાર થઈ શકે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
